વિક્રાન્ત મેસી હવે તેની આગામી ફિલ્મમાં રાઇટર રસ્કિન બૉન્ડની લાઇફની જર્નીને દેખાડવાનો છે. તે હાલમાં વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’માં જોવા મળવાનો છે.
વિક્રાન્ત મેસી
વિક્રાન્ત મેસી હવે તેની આગામી ફિલ્મમાં રાઇટર રસ્કિન બૉન્ડની લાઇફની જર્નીને દેખાડવાનો છે. તે હાલમાં વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’માં જોવા મળવાનો છે. આ સાથે જ તે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહેલા નિરંજન આયંગરની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. રસ્કિન બૉન્ડે પહેલી નૉવેલ ‘ધ રૂમ ઑન ધ રૂફ’ ૧૯૫૬માં પબ્લિશ કરી હતી. ૧૯૫૭માં આ બુકને જૉન લેવેલિન રીઝ પ્રાઇઝ મળ્યું હતું. રસ્કિન બૉન્ડે ૫૦૦થી વધુ શૉર્ટ સ્ટોરીઝ, નિબંધો અને નૉવેલો પણ લખી છે જેમાં ૬૯ બુક ફક્ત બાળકો માટેની છે. ૧૯૯૨માં તેમને સાહિત્ય અકાદમી અવૉર્ડ, ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઉત્તરાખંડના મસૂરીમાં આવેલા લેન્ડોરમાં તેમની અડૉપ્ટેડ ફૅમિલી સાથે રહે છે. તેમની આ લાઇફ સ્ટોરી પરથી આધારિત ફિલ્મમાં વિક્રાન્ત મેસી જોવા મળશે. વિક્રાન્તે ઘણી ફિલ્મો અને વેબ-સિરીઝ દ્વારા નામના મેળવી છે. તેમની આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ ફિલ્મની લીડ કાસ્ટ ફાઇનલ થઈ ગઈ છે.


