ઍક્ટરે એક વર્ષ પછી તેના સંતાનની તસવીર શૅર કરતાં ચાહકોએ આવી કમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો
વિક્રાન્ત મૅસી પરિવાર
વિક્રાન્ત મૅસી ગયા વર્ષે દીકરાનો પિતા બન્યો હતો. તેણે અને તેની પત્ની શીતલ ઠાકુરે પોતાના પહેલા બાળકનું નામ વરદાન રાખ્યું હતું. તેમણે પોતાના દીકરાને એક વર્ષ સુધી દુનિયાની નજરથી છુપાવી રાખ્યો હતો. તેમણે એક વર્ષ પછી વરદાનનો ચહેરો દુનિયાને દેખાડ્યો છે. વરદાનને જોઈને ફૅન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે દીકરો બાપની કાર્બન કૉપી છે.
વિક્રાન્ત મૅસીના ઘરે ૨૦૨૪ની ૭ ફેબ્રુઆરીએ દીકરાનો જન્મ થયો હતો. એ સમયે તેણે થોડા સમય માટે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો જેથી તે પોતાના પરિવારને વધારે સમય આપી શકે. એ પછી તેણે હાલમાં દીકરાની પહેલી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. એ પછી વિક્રાન્તે ૮ ફેબ્રુઆરીએ સોશ્યલ મીડિયામાં આ પાર્ટીની કેટલીક તસવીરો શૅર કરીને લખ્યું હતું, ‘હેલો કહો! અમારા અદ્ભુત વરદાનને.’
ADVERTISEMENT
વિક્રાન્ત મૅસી અને શીતલ ઠાકુરે ૨૦૧૫માં એકમેકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બન્નેએ ૨૦૨૮માં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટિફુલ’માં સાથે કામ કર્યું હતું. કેટલાક રિપોર્ટ પ્રમાણે આ બન્ને આ શોના સેટ પર જ પહેલી વખત મળ્યાં હતાં અને તેમણે ડેટિંગ શરૂ કરી દીધું હતું. એ પછી તેમણે ૨૦૧૯માં સગાઈ કરી અને ૨૦૨૨ની ૧૮ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

