વિક્રાન્ત મૅસી અને તાપસી પન્નુ આગામી ફિલ્મ ‘ફિર આઇ હસીન દિલરુબા’માં જોવા મળવાનાં છે
વિક્રાન્ત મૅસી
વિક્રાન્ત મૅસી અને તાપસી પન્નુ આગામી ફિલ્મ ‘ફિર આઇ હસીન દિલરુબા’માં જોવા મળવાનાં છે. ફિલ્મના શૂટિંગ વખતે તાપસી સતત વિક્રાન્ત પર ગુસ્સે થતી હતી. એનું કારણ એ હતું કે વિક્રાન્ત સેટ પર મોડો આવતો હતો. એ ફિલ્મમાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ પણ જોવા મળશે. તેનું કહેવું છે કે સેટ પર તાપસી અનેક લોકો પર ગુસ્સે થતી હતી. સેટ પર તાપસીના સ્ટ્રિક્ટ વર્તન વિશે વિક્રાન્ત કહે છે,
‘મારા પર તાપસી ખૂબ ભડકતી હતી. પહેલા પાર્ટમાં અમારી હોટેલથી સેટનું અંતર પાંચ મિનિટનું હતું. અમે લંચ પર જતાં ત્યારે પણ હું દસ મિનિટ મોડો જતો અને તે કહેતી કે ‘તું તો પાંચ મિનિટના અંતરે રહે છે અને તો પણ અહીં આવતાં તને દસ મિનિટ લાગે છે.’

