ફિલ્મફેરના અવૉર્ડની હરાજી કરીને લોકોને મદદ કરનાર વિજય દેવરાકોન્ડાએ કહ્યું...
વિજય દેવરાકોંડા
વિજય દેવરાકોન્ડાએ તેને મળેલા પહેલા ફિલ્મફેર અવૉર્ડની હરાજી કરીને જરૂરતમંદને મદદ કરી હતી. આ અવૉર્ડ તેને ૨૦૧૮માં આવેલી તેની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ માટે મળ્યો હતો. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગાએ બનાવી હતી. ત્યાર બાદ એના પરથી હિન્દી રીમેક ‘કબીર સિંહ’ શાહિદ કપૂર સાથે બનાવવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે આ અવૉર્ડની હરાજીથી પચીસ લાખ રૂપિયા ભેગા થયા હતા અને એ પૈસા તેણે મુખ્ય મંત્રી રાહત કોષમાં ડોનેટ કર્યા હતા. અવૉર્ડ વિશે વિજય દેવરાકોન્ડા કહે છે, ‘હું સર્ટિફિકેટ્સ અને અવૉર્ડ્સમાં વધુ રસ નથી ધરાવતો. કેટલાક અવૉર્ડ મારી ઑફિસમાં હશે, કેટલાક તો મારી મમ્મીએ ક્યાંક મૂકી દીધા છે. કેટલાક તો મેં આપી દીધા છે. એક અવૉર્ડ મેં સંદીપ રેડ્ડી વાંગાને આપ્યો છે. મને બેસ્ટ ઍક્ટર માટે મળેલા ફિલ્મફેર અવૉર્ડની હરાજી કરી હતી. એ હરાજીમાંથી મળેલા પૈસા અમે મદદ માટે આપી દીધા હતા. મારા ઘરમાં પથ્થરનો એક ટુકડો સજાવીને રાખવા કરતાં કોઈના ઉપયોગમાં આવે એ મારા માટે વધુ યાદગાર બની ગયું છે.’