Vidyut Jammwal Nude Photoshoot: અભિનેતા વિદ્યુત જામવાલ હાલ હિમાલયના પ્રવાસ પર છે. ત્યાંથી તેણે પોતાના ત્રણ ન્યુડ ફોટા શૅર કર્યા હતા. આ સાથે જ અને કેપ્શનમાં લખ્યું હતું કે, “હિમાલયની પર્વતમાળામાં હું પરત ફર્યો છું"
વિદ્યુત જામવાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલ તસવીરો
વિદ્યુત જામવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટા શૅર કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ન્યૂડ ફોટો શૅર (Vidyut Jammwal Nude Photoshoot) કર્યા હતા. આ ન્યુડ ફોટાઓ લોકોની ચર્ચાનો વિષય બની ગયા છે. સોશિયલ મીડિયા પર અભિનેતાના ન્યુડ ફોટા પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
અભિનેતા વિદ્યુત જામવાલ હાલ હિમાલયના પ્રવાસ પર છે. ત્યાંથી તેણે પોતાના ત્રણ ન્યુડ ફોટા શૅર (Vidyut Jammwal Nude Photoshoot) કર્યા હતા. આ સાથે જ અને કેપ્શનમાં લખ્યું હતું કે, “હિમાલયની પર્વતમાળામાં હું પરત ફર્યો છું. ‘ભગવાનનું નિવાસસ્થાન’ જે 14 વર્ષ પહેલા શરૂ થયું હતું. ત્યારથી દર વર્ષે 7-10 દિવસ એકલા વિતાવવું એ મારા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. જંગલમાં આવીને, મને મારું એકાંત શોધવાનું અને હું કોઈ નથી. એ ભાવના આત્મસાત કરવી ખૂબ ગમે છે.
હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર સૌથી વધુ આરામદાયક હોઉં એવું અનુભવું છું. હું પ્રકૃતિની સાથે સુસંગત થાઉં છું અને હું મારી જાતને સેટેલાઇટ ડીશ એન્ટેના તરીકે કલ્પિત કરું છું. આ તે છે જ્યાં હું ઊર્જા ઉત્પન્ન કરું છું જેની સાથે હું મારી જાતને ઘેરી લેવા અને ઘરે આવવા માંગુ છું. મારા જીવનમાં એક નવો જ અધ્યાય - પુનર્જન્મનો અનુભવ કરવા તૈયાર છું.
રણવીર સિંહે વર્ષ 2022માં ન્યૂડ ફોટોશૂટ (Vidyut Jammwal Nude Photoshoot) કરાવ્યું હતું, જેને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. હાલમાં જ ફિલ્મ એનિમલના એક સીનમાં રણબીર કપૂર કપડા વગર જોવા મળે છે. હવે વિદ્યુત જામવાલે પણ કંઈક આવું જ કર્યું છે. અભિનેતાએ રવિવારે સવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ ફોટો શૅર કર્યા હતા.
આ સાથે જ વિદ્યુત જામવલના ચાહકો માટે મોટી ખુશખબરી પણ સામે આવી છે કે આ પોસ્ટ શૅર કરવાની સાથે વિદ્યુત જામવાલે તેની આગામી ફિલ્મની પણ જાહેરાત કરી જ દીધી છે. તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, "હવે હું મારા આગામી ચેપ્ટર - ક્રેક માટે તૈયાર અને ઉત્સાહિત છું, જે 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
વિદ્યુત જામવાલના આ ફોટો (Vidyut Jammwal Nude Photoshoot) પર નેટીઝન્સ તરફથી અનેક પ્રકારની કોમેન્ટ સામે આવી રહી છે. કોઈક યુઝર તો એમ કહી રહ્યું છે કે `સર, આ ફોટોશૂટ કરાવવાની શું જરૂર પડી?` તો બીજી બાજુ કોઈએ વિદ્યુત જામવલને ટ્રોલ કરતા કહ્યું છે કે આ જ આપણી જૂની સંસ્કૃતિ છે અને આવું જણાવીને કેટલાક લોકોએ વિદ્યુત જામવલનું સમર્થન પણ કર્યું છે.