છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજની આ બાયોપિક છે. એમાં વિકી ટાઇટલ રોલ કરી રહ્યો છે.
વિકી કૌશલ
વિકી કૌશલે તેની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’નું શૂટિંગ પૂરુ કરી લેતાં તે ઇમોશનલ થઈ ગયો હતો. છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજની આ બાયોપિક છે. એમાં વિકી ટાઇટલ રોલ કરી રહ્યો છે. તેમની પત્ની યેસુબાઈ ભોસલેના રોલમાં રશ્મિકા મંદાના જોવા મળવાની છે જેણે શૂટિંગ ઘણા સમય પહેલાં પૂરું કરી લીધું હતું. વિકીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરીને શૂટિંગ પૂરું કરવાની માહિતી આપી હતી. શૂટિંગના છેલ્લા દિવસે વરસાદ પડ્યો હતો, જેનો ફોટો વિડિયો તેણે શૅર કર્યો છે. સ્ટોરીમાં વિકીએ લખ્યું કે ‘અમારી ‘છાવા’ના શૂટિંગને પૂરું કરવાની અદ્ભુત અને ડ્રામેટિક જર્ની થોડા ડ્રામા વગર પૂરી થાય એ શક્ય નહોતું. ઇન્દ્રદેવે આજે ખરેખર તેમનું રૂપ દેખાડ્યું હતું. અમે જેવું શૂટિંગ પૂરું કર્યું કે તરત જ વરસાદ શરૂ થયો. આ ફિલ્મ વિશે મારે ઘણુંબધું કહેવું છે, પરંતુ હાલમાં એ વિશે હું વધુ જણાવી શકું એમ નથી. થોડા દિવસ બાદ જ્યારે આ સ્ટોરીને પ્રોસેસ કરી લઉં ત્યારે જણાવીશ. હું હાલમાં એટલું કહી શકું છું કે મારું દિલ ખૂબ જ ગદ્ગદ થઈ ગયું છે.’