કંગના રનોટની ‘તેજસ’માં વરુણ મિત્રા પણ જોવા મળશે. વરુણ હાલમાં જ ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ ‘રક્ષક ઇન્ડિયાઝ બ્રેવ્સ’માં જોવા મળ્યો હતો.
વરુણ મિત્રા
કંગના રનોટની ‘તેજસ’માં વરુણ મિત્રા પણ જોવા મળશે. વરુણ હાલમાં જ ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ ‘રક્ષક ઇન્ડિયાઝ બ્રેવ્સ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે સ્વર્ગીય લેફ્ટનન્ટ ત્રિવેણી સિંહના રોલમાં જોવા મળ્યો હતો. આ પાત્ર માટે તેનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. હવે તે ‘તેજસ’માં જોવા મળશે. આ એક એરિયલ ઍક્શન ફિલ્મ છે. એમાં કંગના ફીમેલ ઍર ફોર્સ પાઇલટના રોલમાં જોવા મળી રહી છે. સર્વેશ મેવારા દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં વરુણ કંગનાની ઑપોઝિટ જોવા મળશે. તે ફિલ્મમાં એક મ્યુઝિશ્યનનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તે ઇન્ટ્રોડક્ટરી સૉન્ગમાં જોવા મળશે અને એ ગીત અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે. અરિજિતે અગાઉ ‘જલેબી’માં વરુણ માટે ગીત ગાયું હતું. આ ફિલ્મ ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે, જેને રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.