ઍરપોર્ટ પર નાનકડા ફૅનને મોંઘાદાટ સનગ્લાસિસ આપી દીધા એટલે સોશ્યલ મીડિયા પર આવી કમેન્ટ થઈ રહી છે
વરુણે મોંઘાદાટ સનગ્લાસિસ પાછા ન લીધા અને નાના ફૅનને ગિફ્ટમાં આપી દીધા
વરુણ ધવન તાજેતરમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સમયનો તેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને વરુણના ફૅન્સ તેને દિલદાર અને હીરો નંબર વન કહી રહ્યા છે. આ વિડિયોમાં દેખાય છે કે વરુણ જ્યારે મુંબઈ ઍરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક મહિલા અને બે બાળકો તેની સાથે વાત કરી રહ્યાં હતાં. આ સમયે નાનકડા છોકરાએ પોતાના હાથ લંબાવીને વરુણને તેના સનગ્લાસિસ આપવાનો ઇશારો કર્યો અને વરુણે તેની વિનંતી માની. તે નાના બાળકે પછી સનગ્લાસિસ પહેર્યા અને વરુણ સાથે તસવીરો ક્લિક કરાવી. આ પછી ઍરપોર્ટથી બહાર નીકળતી વખતે વરુણે મોંઘાદાટ સનગ્લાસિસ પાછા ન લીધા અને નાના ફૅનને ગિફ્ટમાં આપી દીધા.

