ઉર્વશી ધોળકિયાનું હાલમાં જ ગળામાં ટ્યુમરનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને તે હવે રિકવર થઈ રહી છે, પરંતુ એને સમય લાગશે.
ઉર્વશી ધોળકિયા
ઉર્વશી ધોળકિયાનું હાલમાં જ ગળામાં ટ્યુમરનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને તે હવે રિકવર થઈ રહી છે, પરંતુ એને સમય લાગશે. ઉર્વશીએ સોશ્યલ મીડિયામાં તેની હેલ્થ અપડેટ આપી હતી. નાણાવટી હૉસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરનો આભાર માનતાં ઉર્વશીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી છે. આ ક્લિપ શૅર કરીને ઉર્વશીએ કહ્યું હતું કે ‘ડૉક્ટર દ્વારા મને સૂચના આપવામાં આવી છે કે મારે વધુ બોલવું નહીં. આખરે ડ્રેનેજ પાઇપને કાઢવામાં આવ્યો છે. હવે મારે જલદી ઘરે જવું છે. દરેકે કરેલી પ્રાર્થના અને પ્રેમને કારણે હું વધુ એક જંગ જીતી ગઈ છું. રિકવરીને હજી વધુ સમય લાગશે, પરંતુ મારું દિલ જ્યાં હશે ત્યાં જ મારું ઘર પણ છે. હું આ માટે નાણાવટી હૉસ્પિટલનો આભાર માનું છું કે તેમના સ્ટાફ દ્વારા મારી ખૂબ જ કાળજી લેવામાં આવી હતી. આ માટે હું સૌથી વધુ આભારી એ વ્યક્તિની છું જેમણે મારી જીભ ખેંચી કાઢી અને એ છે ડૉક્ટર અજ્ઞિશ પટિયલ. મારી ખૂબ જ સિન્સિયારિટી અને ઝડપથી ટ્રીટમેન્ટ કરવા બદલ ડૉક્ટર તમારો આભાર.’

