‘આર્ટિકલ 370’નું ટ્રેલર જોઈને તેણે પ્રશંસા કરી
અક્ષય કુમાર
યામી ગૌતમ ધરની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર હાલમાં જ લૉન્ચ થયું છે. એ ફિલ્મમાં પ્રિયામણિ પણ જોવા મળે છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં કાશ્મીરની ઘટનાઓને દેખાડવામાં આવે છે અને એને જોઈને યામી દુખી હોય છે. એમાં વિસ્ફોટ, હિંસા અને ઉશ્કેરણીજનક ભાષણો હોય છે. આ ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર, જ્યોતિ
દેશપાંડે અને લોકેશ ધરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘કશ્મીર ભારત કા હિસ્સા થા ઔર રહેગા. ‘આર્ટિકલ 370’નું ટ્રેલર જોશથી ભરેલું દેખાય છે. ઑલ ધ બેસ્ટ. જય હિન્દ.’
કરીનાના દીકરા તૈમુરને બનવું છે ફુટબૉલ પ્લેયર
ADVERTISEMENT
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને તૈમુર અને જેહ નામના બે દીકરાઓ છે. કરીના અને સૈફ આજે પણ ફિલ્મોમાં ઍક્ટિવ છે. તૈમુરને ઍક્ટિંગમાં કરીઅર નથી બનાવવી એવું કરીનાનું માનવું છે. તૈમુરને ફુટબૉલમાં કરીઅર બનાવવી છે એથી તેના પાપા સૈફે તેને મહેનત કરવાની પણ સલાહ આપી છે. તૈમુરને આર્જેન્ટિના જવું છે. તે આર્જેન્ટિનાના ફેમસ ફુટબૉલ લેજન્ડ લીઓનેલ મેસીનો ફૅન છે અને તેના જેવા તેને બનવું છે. એ વિશે કરીનાએ કહ્યું કે ‘મને લાગે છે કે તે કદાચ ઍક્ટર નહીં બને. તેને ગિટારિસ્ટ કાં તો ફુટબૉલ પ્લેયર બનવું છે. તેને આર્જેન્ટિનાના ફુટબૉલર લીઓનેલ મેસી જેવા બનવું છે.’

