Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માની ફિલ્મ `ઝ્વીગૅટો`નું ટ્રેલર રિલીઝ, કૉમેડિયન બતાવશે ડિલિવરી બોયનો સંઘર્ષ

કપિલ શર્માની ફિલ્મ `ઝ્વીગૅટો`નું ટ્રેલર રિલીઝ, કૉમેડિયન બતાવશે ડિલિવરી બોયનો સંઘર્ષ

01 March, 2023 06:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કપિલ શર્મા આ ફિલ્મમાં ફૂડ ડિલિવરી બોય બન્યો છે, જેમાં તેનો અને તેના પરિવારનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે

તસવીર સૌજન્ય: ટ્રેલરમાંથી લેવાયેલો સ્ક્રીનગ્રેબ

તસવીર સૌજન્ય: ટ્રેલરમાંથી લેવાયેલો સ્ક્રીનગ્રેબ


કૉમેડી કિંગ અને `ધ કપિલ શર્મા શૉ` (The Kapil Sharma Show)ના જાણીતા હૉસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ટૂંક સમયમાં જ ફિલ્મ ઝ્વીગૅટો (Zwigato)માં મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. હંમેશા કૉમેડી કરતો કપિલ તેની ઈમેજથી વિપરીત ગંભીર ભૂમિકામાં જોવા મળશે. કપિલ શર્મા આ ફિલ્મમાં ફૂડ ડિલિવરી બોય બન્યો છે, જેમાં તેનો અને તેના પરિવારનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે.

કપિલની ફિલ્મનું ટ્રેલર લૉન્ચ




આજે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે. ફિલ્મમાં તેની પત્નીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી શહાના ગોસ્વામી અને ફિલ્મના નિર્દેશક નંદિતા દાસ દ્વારા મુંબઈના એક સિનેમા હૉલમાં સંયુક્ત રીતે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. બધા કપિલની એક્ટિંગના વખાણ પણ કરી રહ્યા છે. કપિલની આ ફિલ્મ દુનિયાભરના ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. હવે તે ભારતમાં મોટા પડદા પર 17 માર્ચે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં ડિલિવરી બોયનો સંઘર્ષ દર્શાવાયો


કપિલ શર્માની ફિલ્મ `ઝ્વીગૅટો`માં એક સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે, જે ફૂડ ડિલિવરી બોય છે. આ સફરમાં તેને ઘણા સંઘર્ષનો પણ સામનો કરવો પડે છે. 2 મિનિટ 07 સેકન્ડના ટ્રેલરમાં કપિલ ફેમિલી મેન છે. જે તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. વધારે લક્ષ્યો અને વધુ પ્રોત્સાહન મેળવવામાં તેનું નસીબ તેને સાથ આપતું નથી. લોકો તેના ઓર્ડર કેન્સલ કરવા લાગે છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે તેની પત્ની પણ કામ કરવા લાગે છે. જો કે કપિલ આ મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે આવશે તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

આ પણ વાંચો: #NOSTALGIA : સલમાન ખાનના ખોળામાં રમતો આ ક્યૂટ છોકરો કોણ છે? ઓળખી બતાવો

ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે ફિલ્મના હિરો કપિલે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. તેણે ફિલ્મમાં એક સામાન્ય વ્યક્તિના પાત્ર માટે તેની તૈયારીઓ વિશે વાત કરી હતી. કપિલે કહ્યું કે, “દરેક જગ્યાએ ફૂડ ડિલિવરી કરનારા લોકો પ્રત્યે દરેક વ્યક્તિએ કેવી રીતે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ.” આ સંદર્ભમાં, તેણે તેની પત્નીનો એક એપ દ્વારા કેક ઓર્ડર કરવાનો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો અને લોન્ચના અંતે, દરેકની વિનંતી પર, કપિલે કિશોર કુમારની ફિલ્મ `આંધી` નું એક સરસ ગીત પણ સંભળાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK