'એક લડકી કો દેખા તો એસા લગા'નું ટ્રેલર થયુ રિલીઝ
અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલાવાર જોડે કામ કરશે
સોનમ કપૂર , અનિલ કપૂર , રાજકુમાર રાવ, અને જૂહી ચાવલા અભિનીત 'એક લડકી કો દેખા તો એસા લગા'નું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. ટ્રેલરની શરૂઆત રાજકુમાર રાવ સાથે થાય છે. જ્યા અભિનેતા એક એવી છોકરીની સ્ટોરી સંભળાવે છે જેના પ્રેમમાં તે પડી જાય છે. આ વર્ષની સૌથી અનિશ્ચિત રોમાંસ અને સોનમ કપૂરના સંઘર્ષ દર્શાવ્યો છે. જ્યાં અભિનેત્રી તેના પિતા અને તેના પરિવારને તેની લવ સ્ટોરી સંભળાવે છે.
'એક લડકી કો દેખા તો એસા લગા' ફિલ્મમાં પિતા-પુત્રીની જોડી અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલી વાર એક સાથે મોટા પડદા પર જોવા મળશે. તે ફિલ્મમાં રિયલ લાઈફ પિતા-પુત્રીની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
ADVERTISEMENT
'એક લડકી કો દેખા તો એસા લગા'માં માત્ર જુના જમાનાના રોમાંસ જોવા મળશે નહી પરંતુ આ લવ સ્ટોરી વર્તમાન સમય સાથે પણ મેચ થતી જોવા મળશે.
ટ્રેલર લોન્ચના પહેલા અનિલ કપૂરે એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેમા સોનમ કપૂર આહૂજા, રાજકુમાર રાવ, અનિલ કપૂરથી લઈને જૂહી ચાવલા અને ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ જોવા મળે છે પોસ્ટરમાં બધા જ પાત્રો ખુશ જોવા મળી રહ્યાં છે. અનિલ કપૂરે પોસ્ટર અપલોડ કરતા કહ્યું છે કે, '"See the love in a new light. Watch the trailer of #EkLadkiKoDekhaTohAisaLaga – 2019’s most unexpected romance”
ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા પ્રસ્તુત 'એક લડકી કો દેખા તો એસા લગા'માં વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાની દ્વારા ડિરેક્ટેડ છે. શૈલી ચોપડા દ્વારા પ્રોડ્યુસ્ડ આ ફિલ્મ આવતા વર્ષે 1 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થવા માટે તૈયાર છે.


