પૂજા ગોરનું કહેવું છે કે તે ઘણી ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ માટે વાત કરી રહી છે. પૂજાએ ટીવી-ઇન્ડસ્ટ્રી દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી
આલિયા ભટ્ટ અને પૂજા ગોર
સનશાઇન
આલિયા ભટ્ટ હાલમાં અમેરિકા છે અને તેણે તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં તેણે ચાલતી કારની બારીમાંથી બહાર નીકળીને સેલ્ફી લઈને શૅર કર્યો છે. જોકે આ સેલ્ફીમાં બૅકગ્રાઉન્ડમાં રેન્બો દેખાઈ રહ્યો છે. આ રેન્બોને જોઈને આલિયા ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેની એ ખુશી ચહેરા પર જોઈ શકાય છે. આ ફોટો શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘ઓવર ધ રેન્બો.’
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ કરવા ઉત્સુક પૂજા ગોર
પૂજા ગોરનું કહેવું છે કે તે ઘણી ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ માટે વાત કરી રહી છે. પૂજાએ ટીવી-ઇન્ડસ્ટ્રી દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી અને તેણે હાલમાં રાજકુમાર રાવ સાથેની ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’માં કામ કર્યું છે. તે હવે અનુભવ સિંહાની ‘ફ્લાઇટ ઇન ટુ ફિયર’માં વિજય વર્મા સાથે જોવા મળશે. જોકે ગુજરાતી ફિલ્મને લઈને તે ઉત્સાહી છે. તે અમદાવાદમાં મોટી થઈ છે અને તેના ઘરમાં, નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે તે ગુજરાતીમાં વાત કરે છે. ગુજરાતી ફિલ્મ જ્યારે ભારતભરમાં ફેમસ થાય છે ત્યારે તેને ખૂબ જ સારું લાગે છે અને એથી જ તે એવી એક ફિલ્મમાં કામ કરવા માગે છે જેને દરેક લોકો પસંદ કરે. તે ઘણી ગુજરાતી ફિલ્મને લઈને ચર્ચા કરી રહી છે. જોકે આગળ શું થાય છે એ તે નસીબ પર છોડી રહી છે. જોકે તેના નાના ભાઈ નમન ગોરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે.
જન્નત
સોનલ ચૌહાણ હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના આ વેકેશનના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ બીચ વેકેશનના ફોટોમાં તે બ્લૅક બિકિનીમાં જોવા મળી રહી છે. સોનલે ૨૦૦૮માં આવેલી ઇમરાન હાશ્મી સાથેની ‘જન્નત’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેના આ ફોટો અને બૅકગ્રાઉન્ડને જોઈને લાગી રહ્યું છે કે તે હાલમાં જન્નતમાં છે.

