‘ખો ગએ હમ કહાં’ ૨૬ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ, લગ્ન બાદ પણ ઍક્ટિંગ કરતી રહેશે સ્નેહા તોમાર,મારાં બાળકો ‘ઓમ શાંતિ ઓમ’ જોઈને મોટાં થયાં છે : કૅથરિન ઝીટા જોન્સ, અને વધુ સમાચાર
કહો ગયે હું કહાં પોસ્ટર
સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ અને અનન્યા પાન્ડેની ‘ખો ગએ હમ કહાં’ને સીધી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. ડેબ્યુટન્ટ ફિલ્મમેકર અર્જુન વરૈન સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની જાહેરાત ૨૦૨૧માં કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ હવે સીધી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સ્ટોરી મુંબઈના ત્રણ ફ્રેન્ડ્સ પર આધારિત છે જેને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર તેમ જ ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાંતે ઇમાદ, અનન્યાએ અહાના અને આદર્શે નીલનાં પાત્ર ભજવ્યાં છે. આ ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ રિલેશનશિપ અને ઇમોશન્સમાંથી પસાર થાય છે એની વાત કરવામાં આવી છે. ફરહાન અને રિતેશ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ફ્રેન્ડશિપને એક લવ લેટર છે. આ ફિલ્મ વિશે તેમના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે ‘એકદમ રિયલ રહો અને તમારી ટ્રાઇબને શોધો. ‘ખો ગએ હમ કહાં’ ૨૬ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.’
લગ્ન બાદ પણ ઍક્ટિંગ કરતી રહેશે સ્નેહા તોમાર
ADVERTISEMENT
સ્નેહા તોમાર હાલમાં લગ્નની તૈયારી કરી રહી છે અને તેનું કહેવું છે કે મૅરેજ બાદ પણ તે ઍક્ટિંગ કરતી રહેશે. સ્નેહા ‘શેરદિલ શેરગિલ’, ‘સસુરાલ સિમર કા’ અને ‘કહાં હમ કહાં તુમ’ માટે જાણીતી છે. તે અને તેમની ફૅમિલી લગ્નની તૈયારી કરી રહી છે. તે જ્યારે વેબ સિરીઝ ‘મૌતાના’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે ઓટીટી પ્લૅટફૉર્મના ક્રીએટિવ હેડ શુભમ પરિહારને મળી હતી. ત્યાર બાદ તેમની વચ્ચેનું કનેક્શન વધ્યું હતું અને તેઓ હવે લગ્ન કરી રહ્યાં છે. તેમનાં લગ્ન અમદાવાદમાં થશે. આ વિશે વાત કરતાં સ્નેહાએ કહ્યું કે ‘અમારાં લગ્નમાં હલ્દી સેરેમની, મેંદી સેરેમની અને સંગીત સેરેમની રાખવામાં આવી છે. હલ્દી સેરેમની માટે હું સિમ્પલ સલવાર સૂટ પહેરીશ, કારણ કે લેહંગા એ સેરેમની માટે થોડો વધુપડતો લાગશે. પહેલી ઇવેન્ટ માટે હું પિન્ક દુપટ્ટા અને યલો કુરતા પહેરીશ. ત્યાર બાદ દરેક સેરેમની માટે હું લેહંગા પહેરીશ. લગ્ન બાદ પણ હું ઍક્ટિંગ કરતી રહીશ. મારી કરીઅર કશે નથી જઈ રહી. મારા ફ્યુચર પ્લાનમાં નવા પ્રોજેક્ટને એક્સપ્લોર કરવા છે.’
મારાં બાળકો ‘ઓમ શાંતિ ઓમ’ જોઈને મોટાં થયાં છે : કૅથરિન ઝીટા જોન્સ
બ્રિટિશ ઍક્ટ્રેસ કૅથરિન ઝીટા જોન્સનું કહેવું છે કે તેનાં બાળકો શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ની ફિલ્મો જોઈને મોટાં થયાં છે. કૅથરિન ઝીટા-જોન્સે ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં કૅથરિને કહ્યું કે ‘મને આ દેશ અને એના લોકો ખૂબ જ પસંદ છે. મારાં બાળકો ‘ઓમ શાંતિ ઓમ’ જોઈને મોટાં થયાં છે. મેં ઘણી સારી-સારી ફિલ્મો જોઈ છે જેમાં ‘ધ લંચબૉક્સ’નો પણ સમાવેશ થાય છે. આ મારી ફેવરિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં ખૂબ જ સારી ઍક્ટિંગ અને ખૂબ જ સારું ડિરેક્શન કરવામાં આવ્યું હતું.’


