ક્રિતી સૅનન પોતે પ્રોડ્યુસર બની હોવાથી તેને હવે ફિલ્મના સેટ પર પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે એનો અહેસાસ થઈ રહ્યો છે
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન પોતે પ્રોડ્યુસર બની હોવાથી તેને હવે ફિલ્મના સેટ પર પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે એનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફિલ્મોમાં સ્ટાર દ્વારા ખોટી ડિમાન્ડ કરવામાં આવે છે અને સેટ પર ઘણા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. આ વિશે ક્રિતી કહે છે, ‘ફિલ્મોમાં ઘણી વસ્તુઓ એવી છે જેમાં પૈસા ખોટી રીતે ઉડાવવામાં આવે છે. અંતે તો કન્ટેન્ટ મહત્ત્વની હોય છે, બાકી બધું ચાલી જાય છે. જોકે હા, ખોટા ખર્ચાને અટકાવી જરૂર શકાય છે. સેટ પર દરેક વસ્તુ પર ધ્યાનથી ફોકસ કરીએ તો એ ખર્ચા અટકાવી શકાય છે.’