ક્રિતીનો આ ફિલ્મનો લુક છે કે ફોટોશૂટ? આ છે સિદ્ધાર્થ મલ્હોત્રાનો ફેવરિટ વ્યુ... અને વધુ સમાચાર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કૅટરિના કૈફનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેણે તેના પતિ વિકી કૌશલને હાથ પકડીને ખેંચી કાઢ્યો હતો. કૅટરિના લંડનમાં છે અને તે પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા છે. તેનો પતિ વિકી પણ તેની સાથે સમય પસાર કરવા માટે ત્યાં ગયો છે. તેઓ ઘણી વાર રસ્તા પર સાથે ચાલતાં જોવા મળે છે. હાલમાં જ તેઓ જ્યારે રસ્તા પર ચાલી રહ્યાં હતાં ત્યારે એક ફૅન તેમને રેકૉર્ડ કરી રહ્યો હતો. કૅટરિનાને જ્યારે અહેસાસ થયો કે એક જણ તેમનો પીછો કરી રહ્યો છે અને તેમને રેકૉર્ડ કરી રહ્યો છે ત્યારે તેણે તરત જ વિકીનો હાથ પકડીને તેને ખેંચી લીધો હતો. તેઓ રસ્તો ક્રૉસ કરતી વખતે અધવચ્ચે પહોંચી ગયાં હતાં. જોકે કૅટરિનાએ વિકીને અટકાવ્યો હતો જેથી ચોરીછૂપીથી રેકૉર્ડ કરી રહેલા માણસથી પીછો છોડાવી શકાય.
સ્ટાઇલિશ બેબો
ADVERTISEMENT
કરીના કપૂર ખાને હાલમાં જ મુંબઈમાં એક ફૅશન સ્ટોર લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેણે શિમરી ઑફ-શૉલ્ડર ડ્રેસ પહેર્યો હતો. રિયા કપૂર આ ઇવેન્ટ માટે કરીનાની સ્ટાઇલિસ્ટ બની હતી એવી પણ ચર્ચા છે.
આ છે સિદ્ધાર્થ મલ્હોત્રાનો ફેવરિટ વ્યુ...
સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના ફેવરિટ વ્યુનો ફોટો શૅર કર્યો હતો. સિદ્ધાર્થે તેની પત્ની કિયારા અડવાણીનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં કિયારા ફ્લાઇટમાં સૂતેલી જોવા મળી રહી છે અને બારીમાંથી પર્વતો દેખાઈ રહ્યા છે. આ ફોટો શૅર કરીને સિદ્ધાર્થે તેના ફેવરિટ વ્યુ વિશે માહિતી આપી હતી.
ક્રિતીનો આ ફિલ્મનો લુક છે કે ફોટોશૂટ?
ક્રિતી સૅનને હાલમાં જ તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોશૂટ છે કે પછી તેની નવી ફિલ્મ માટેનો લુક-ટેસ્ટ એ તેણે નથી જણાવ્યું. ફોટો શૅર કરવાની સાથે તેણે કોઈ પણ કૅપ્શન આપવાનું ટાળ્યું હતું, જે ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગે સેલિબ્રિટીઝ બ્રૅન્ડ-પ્રમોશન માટે વિવિધ કંપનીઓને ટૅગ કરતી હોય છે, પરંતુ ક્રિતીએ એવું નથી કર્યું.

