એલનાઝ નોરોઝી ઈરાન બૉર્ન ઍક્ટ્રેસ છે. તેણે જર્મનીમાં સ્ટડી કર્યો છે અને તે જર્મન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષામાં વાત કરી શકે છે
ફાઇલ તસવીર
એલનાઝ નોરોઝી ઈરાન બૉર્ન ઍક્ટ્રેસ છે. તેણે જર્મનીમાં સ્ટડી કર્યો છે અને તે જર્મન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષામાં વાત કરી શકે છે. ઍક્ટિંગમાં કરીઅરની શરૂઆત કરવા પહેલાં તે દસ વર્ષ સુધી ઇન્ટરનૅશનલ સુપર મૉડલ હતી. તેણે ડિઓર, લાકોસ્ટે અને લે કોક સ્પોર્ટિફ જેવી ઘણી બ્રૅન્ડ માટે કામ કર્યું છે. તે પર્શિયન ટ્રેડિશનલ ડાન્સ, હિપ હૉપ અને કથકમાં માહેર છે. તેણે ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘અભય’ જેવા વેબ-શોમાં કામ કર્યું છે. તેણે ઘણા મ્યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું છે. તે ૨૦૨૧માં આવેલી ‘હેલો ચાર્લી’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
પર્સિસ્ટન્ટ, ડિટર્મન્ટ, ઍમ્બિશ્યસ અને ઇન્સ્પાયરિંગ.
ADVERTISEMENT
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારી ફૅમિલીને ખોવી એ મારો સૌથી મોટો ડર છે. મારો બેસિક નેચર છે ઍક્ટ ઑફ સર્વિસ. મારી નિકટના લોકો માટે જે મહત્ત્વનું હોય અને મને લાગે કે એ કરવાથી તેમને ખુશી મળશે તો એ હું કરું છું અને એ જ વસ્તુ મારા માટે કોઈ કરે તો મને એની ખુશી થાય છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
એવી તો ઘણીબધી વ્યક્તિ છે જેને હું ડેટ પર લઈ જવા માગું છું. એક નામ કહેવું મુશ્કેલ છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
શૂઝ, બૅગ્સ અને પરફ્યુમ. કપડાં પણ. જોકે મને પરફ્યુમ ખૂબ જ પસંદ છે એથી મારા વધુ પૈસા એમાં ખર્ચ થાય છે. કાર્સ પણ મને પસંદ છે, પરંતુ એ ખરીદ્યા પછી તરત જ એની વૅલ્યુ ઓછી થઈ જાય છે એથી હું એની પાછળ પૈસા નથી બગાડતી.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
એકદમ વિન્રમ અને રિસ્પેક્ટફુલ રહેવું. મને શું પસંદ છે અને મારા માટે શું મહત્ત્વનું છે એ જાણીને મારી કાળજી લે છે તો એ વ્યક્તિ રિયલમાં મારું અટેન્શન મેળવી શકે છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તમારી ઇચ્છા છે?
મારી ફન, કાઇન્ડ, લવિંગ સાઇડને લોકો યાદ રાખે એવી મારી ઇચ્છા છે. હું મારી આસપાસના દરેકને ખુશ જોવા માગું છું એ સાથે જ હું ન્યાય અને સમાનતામાં માનનારી વ્યક્તિ તરીકે પણ ઓળખે મને.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
મારો એક ફૅન મને મળવા માટે ઘણે દૂરથી આવ્યો હતો અને તેણે મને મળવા માટે ઘણી રાહ જોઈ હતી. હું તેને પાંચ મિનિટ માટે મળી હતી, પરંતુ એ પાંચ મિનિટ માટે તેણે જેટલી જહેમત ઉઠાવી હતી એ મારા માટે સ્પેશ્યલ છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
જો કોઈ વસ્તુને ટૅલન્ટ કહો તો એ યુઝલેસ નથી હોતી. તો મને નથી લાગતું કે મારી પાસે એવું કંઈ છે.
પહેલી જૉબ કઈ હતી?
હું જર્મનીમાં સ્ટુડન્ટ હતી ત્યારે મારા જુનિયરને હોમવર્ક કરી આપતી અને તેમને એક્સ્ટ્રા ક્લાસ પણ કરાવતી જેના મને પૈસા મળતા. જોકે એન્ટરટેઇનમેન્ટમાં પહેલી જૉબ મૉડલિંગ હતી.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
ઈરાનની મહિલાઓ માટે અવાજ ઉઠાવવો અને તેમને સપોર્ટ કરવો. તમે ઈરાનમાં હો કે પછી એની બહાર હો, તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવવો સહેલું નથી. મને ઘણા લોકોએ ના પાડી હતી, પરંતુ એમ છતાં મેં ત્યાંની મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યો હતો અને હજી પણ ઉઠાવીશ. મને ઊંચાઈથી ડર લાગે છે એમ છતાં પણ મેં સ્કાયડાઇવિંગ કર્યું છે.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવીને રાખી છે?
એવી તો કોઈ વસ્તુ નથી. હું એક ઓપન બુક છું.