આ વાત તેણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં કહી હતી. આ શો નેટફ્લિક્સ પર શરૂ થવાનો છે.
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો`
રણબીર કપૂરે એકરાર કર્યો છે કે તેણે તેની મમ્મી નીતુ કપૂરની જ્વેલરી તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી હતી. આ વાત તેણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં કહી હતી. આ શો નેટફ્લિક્સ પર શરૂ થવાનો છે. આ શનિવારથી આ સિરીઝ દર શનિવારે રાતે ૮ વાગ્યે નેટફ્લિક્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. એનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. આ શોના પહેલા એપિસોડમાં રણબીર કપૂર મમ્મી નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહની સાથે જોવા મળશે. તેમણે અનેક જાણી-અજાણી વાતો શૅર કરી છે. પહેલો એપિસોડ હોવાથી આ ત્રણે જણે કેક કટિંગ કરી હતી. શોમાં કપિલ શર્માએ રણબીરને પૂછ્યું હતું કે શું તેં કદી તારી બહેન રિદ્ધિમાના ડ્રેસ તારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપ્યા છે? એનો જવાબ હામાં આપતાં રણબીરે જણાવ્યું કે મેં તો મમ્મીની જ્વેલરી પણ ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી દીધી છે.


