વિકી કૌશલની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ‘સુખી’નું કલેક્શન નહીંવત્ થયું છે.
બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ અને ‘સુખી’
વિકી કૌશલની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ‘સુખી’નું કલેક્શન નહીંવત્ થયું છે. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’ હજી પણ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. એવામાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ કાંઈ ખાસ કમાલ નથી કરી રહી. આ પારિવારિક ફિલ્મમાં વિકીની સાથે માનુષી છિલ્લર, કુમુદ મિશ્રા, મનોજ પાહવા અને અલકા અમીન લીડ રોલમાં છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ફિલ્મે ૧.૪ કરોડ, શનિવારે ૧.૭૨ કરોડ અને રવિવારે બે કરોડની સાથે કુલ મળીને ૫.૧૨ કરોડનો વકરો કર્યો છે.
શિલ્પાની ‘સુખી’માં તેની સાથે અમિત સાધ, કુશા કપિલા અને પવલીન ગુજરાલ લીડ રોલમાં છે. શુક્રવારે ફિલ્મ ૩૦ લાખ, શનિવારે ૪૩ લાખ અને રવિવારે ૪૧ લાખના બિઝનેસની સાથે કુલ મળીને મુશ્કેલીથી ૧.૧૪ કરોડનું કલેક્શન મેળવી શકી છે. આ બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ગંદી રીતે પિટાઈ ગઈ છે. આ સાથે હવે ગુરુવારે ‘ફુકરે 3’ રિલીઝ થઈ રહી છે. ‘જવાન’ની અસર ઓછી હોય ત્યાં હવે નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આથી તેમની ફિલ્મોને સ્ક્રીનિંગ મળશે કે કેમ એ પણ એક સવાલ છે.


