આ ફિલ્મને અનિલ રવિપૂડી ડિરેક્ટ કરી રહ્યા છે

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ જણાવ્યું છે કે તે નંદામુરી બાલક્રિષ્નાની આગામી ફિલ્મ ‘NBK108’માં કોઈ સ્પેશ્યલ સૉન્ગ નથી કરવાની. તેણે જણાવ્યું છે કે આ બધી પાયાવિહોણી વાતો છે. જોકે એવું પણ સાંભળવા મળ્યું છે કે તેણે આ ડાન્સ-નંબર માટે પાંચ કરોડની ડિમાન્ડ કરી હતી. એથી ડિરેક્ટર નારાજ થયા હતા. આ ફિલ્મને અનિલ રવિપૂડી ડિરેક્ટ કરી રહ્યા છે. હાલમાં તમન્ના તેની ફિલ્મ ‘ભોલા શંકર’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. હવે સ્પેશ્યલ ડાન્સ-નંબર નથી કરવાની એ વિશે ટ્વિટર પર તમન્નાએ ટ્વીટ કર્યું કે ‘હું હંમેશાંથી અનિલ રવીપૂડી સર સાથે કામ કરવાને એન્જૉય કરું છું. મને તેમના માટે અને નંદામુરી બાલક્રિષ્ના સર માટે અપાર સન્માન છે. એથી ન્યુઝમાં આવા પાયાવિહોણા આર્ટિકલ વાંચવા અને હું તેમની ફિલ્મના ગીતમાં દેખાવાની છું એ સમાચાર મને હતાશ કરે છે. કંઈ પણ લખતાં અગાઉ પૂરતું રિસર્ચ કરવું જરૂરી છે.’