દિશા પાટનીના લેટેસ્ટ પ્રેમીની એક્સ-ગર્લફ્રેન્ડનો આ મેસેજ સોશ્યલ મીડિયામાં બન્યો ચર્ચાસ્પદ
દિશા પાટનીના લેટેસ્ટ પ્રેમીની એક્સ-ગર્લફ્રેન્ડ
દિશા પાટનીના જીવનમાં ફરી નવા પ્રેમીની એન્ટ્રી થઈ છે. રિપોર્ટ્સ મુજબ દિશા હાલમાં પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિધુને ડેટ કરી રહી છે. તાજેતરમાં બન્ને નૂપુર સૅનનની લગ્નવિધિમાં સાથે જોવા મળ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર બન્નેના હાથમાં હાથ નાખેલા વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. દિશા અને તલવિન્દરના ડેટિંગના સમાચાર વચ્ચે તલવિન્દરની એક્સ-ગર્લફ્રેન્ડ સોની કૌરની એક પોસ્ટ ચર્ચાનો વિષય બની ગઈ છે જેને કારણે સોની કૌરે પોતાનું અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું છે.
સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘લોકો ફક્ત HIV અને STI (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ) જ નહીં, શ્રાપ અને બદકિસ્મતી પણ વહન કરે છે. તમે કોની સાથે સૂઈ રહ્યા છો એ બાબતે સાવધાન રહેજો.’
અત્યાર સુધી દિશા અને તલવિન્દરે પોતાના સંબંધની ચર્ચા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.


