હું એવાં લગ્નમાં જવાનું પસંદ કરું છું જ્યાં પરિવાર અને મહેમાનો વચ્ચે વાતચીત થાય.
તાપસી પન્નુ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઝે હાજરી આપી હતી અને એમાં સૌએ જોરદાર ડાન્સ કર્યો હતો. જોકે આ લગ્નમાં કેટલીક સેલિબ્રિટીઝ નહોતી પણ ગઈ અને તાપસી પન્નુ પણ એમાંની એક હતી. હવે તેને પૂછવામાં આવ્યું કે તું લગ્નમાં કેમ નહોતી ગઈ? ત્યારે આ સવાલ સાંભળીને તે હસવા માંડી અને એનો જવાબ આપતાં બોલી, ‘હું તેમને પર્સનલી નથી ઓળખતી. મને લગ્ન ખૂબ પર્સનલ લાગે છે. મને પૂરી ખાતરી છે કે એમાં તેમના અનેક ફ્રેન્ડ્સ સામેલ થયા હશે. હું એવાં લગ્નમાં જવાનું પસંદ કરું છું જ્યાં પરિવાર અને મહેમાનો વચ્ચે વાતચીત થાય.’
અનંત-રાધિકાનાં લગ્ન માણ્યા બાદ વાઇફ ગૌરી સાથે લંડન ઊપડી ગયો શાહરુખ ખાન
ADVERTISEMENT
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન અને આશીર્વાદના પ્રસંગમાં શાહરુખ ખાન અને ગૌરી ખાન સામેલ થયાં હતાં. બન્ને અવસરને માણ્યા બાદ શાહરુખ અને ગૌરી રવિવારે વહેલી સવારે લંડન ઊપડી ગયાં હતાં. તેઓ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. એવું કહેવાય છે કે તેઓ લંડનમાં શૂટિંગ કરી રહ્યાં છે. લગ્નમાં સામેલ થવા તેઓ શુક્રવારે મુંબઈ આવ્યાં હતાં અને હવે ફરી પાછાં લંડન ઊપડી ગયાં છે.

