સ્વરા ભાસ્કરે ૨૩ સપ્ટેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ રાબિયા રાખ્યું છે.
છઠની વિધિમાં દીકરી માટે ગીત ગાયું સ્વરાએ
સ્વરા ભાસ્કરે ૨૩ સપ્ટેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ રાબિયા રાખ્યું છે. ફેબ્રુઆરીમાં સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ સ્વરાએ પૉલિટિશ્યન ફહાદ અહમદ સાથે કોર્ટ મૅરેજ કર્યાં હતાં. લગ્ન બાદ સ્વરાને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. જોકે સ્વરાએ એના પર ખાસ ધ્યાન આપ્યું નહીં. છઠ્ઠીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી, ‘આ બાળક અમારી જેમ મિક્સ છે. એથી તે ૬૨.૫ ટકા યુપી, ૧૨.૫ ટકા બિહાર, ૨૫ ટકા આંધ્ર અને હું એ બધાને રેપ્રિઝેન્ટ કરું છું. હું સેલિબ્રેશન માટે હંમેશાં તૈયાર હોઉં છું. અમારાં લગ્ન બાદથી જ અમે ઉત્તર ભારતમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મની સમાન પ્રથાઓને ખોજી રહ્યાં છીએ, જે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે લોકો ભલે વિવિધ ધર્મમાં માનતા હોય પરંતુ પ્રેમ અને આનંદની ભાષા એકસમાન છે. બાળકના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠીનું આયોજન કરવામાં આવે છે, જેને યુપી-બિહારમાં ઊજવવામાં આવે છે જેમાં મા અને બાળકને પીળાં કપડાં પહેરવાનાં હોય છે. ફોઈ બાળક અને તેનાં મમ્મી-પપ્પાને કાજલ લગાવે છે જેથી તેમને નજર ન લાગે. એ દરમ્યાન મેં ફેમસ ‘સોહર’ ગીત ગાયું હતું (બાળકના જન્મને સેલિબ્રેટ કરવાનું ખાસ ગીત). પરંપરા પ્રમાણે ‘સોહર’ દીકરાના જન્મ વખતે ગાવામાં આવે છે, પરંતુ મેં દીકરીના જન્મમાં ગાઈને એ પરંપરાને ફેરવી દીધી છે. મમ્મી આ ગીત નથી ગાતી. મોટા ભાગે બહેનો અને આન્ટી આ ગીત ગાય છે. મેં વિચાર્યું કે ઢોલક આવી ગયા છે તો ચાલો ગાઈએ. ઢોલક લાવવા માટે ભાનુજીનો આભાર, જેને કારણે મારું ગીત સાંભળવાલાયક બન્યું. મેં ખૂબ સરસ રીતે ગાયું એટલે એને એડિટ નથી કર્યું.’


