Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક, કોઈને ખબર પણ ન પડી, લખ્યું- સમયસર મદદ...

સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક, કોઈને ખબર પણ ન પડી, લખ્યું- સમયસર મદદ...

02 March, 2023 07:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી.

સુષ્મિતા સેન (ફાઈલ તસવીર)

સુષ્મિતા સેન (ફાઈલ તસવીર)


સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. સુષ્મિતાએ લખ્યું છે કે તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેણે પોતાના ચાહકોને હેલ્થ અપડેટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને જીવન જીવવા માટે ફરીથી તૈયાર છે. તેમની પોસ્ટ જોઈને લોકો શૉક્ડ છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે.

મન મોટું છે
તેણે પોસ્ટમાં લખ્યું છે, પોતાનું મન ખુશ અને હિંમતભેર રાખો અને આ તમારો સાથ ત્યારે આપશે જ્યારે તમને આની સાથની સૌથી વધારે જરૂર હશે શોના, આ જ્ઞાનની વાતો મારા પિતાએ કહ્યું હતું. મને થોડાંક દિવસ પહેલા હાર્ટ અટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ છે.. સ્ટેંટ લાગી ગયું છે અને સૌથી ખાસ વાત મારા કાર્ડિયોલૉજિસ્ટે જણાવ્યું છે કે મારું હ્રદય મોટું છે.



પછી આપશે સંપૂર્ણ ડિટેલ્સ
અનેક લોકોએ માન્યો આભાર જેમણે સમયસર મદદ કરી અને યોગ્ય પગલાં લીધા, આ હું બીજી પોસ્ટમાં જણાવીશ. આ પોસ્ટ માત્ર મારા વેલવિશર્સ અને ફેન્સને આ શુભ સમાચાર આપવા માટે છે કે બધું બરાબર છે અને હું જીવન જીવવા માટે ફરીથી તૈયાર છું.


લોકોએ લખી શુભેચ્છાઓ
ગૌહર ખાને સુષ્મિતાની પોસ્ટ પર લખ્યું છે, તમે કિંમતી છે, સારું અનુભવો અને પહેલાથી પણ મજબૂત. સોનલ ચૌહાણે લખ્યું છે, તમેને પ્રેમ અને શક્તિ પાઠવું છું. સોફી ચૌધરીએ લખ્યું છે, ઓએમજી, તમને પ્રેમ...હું જાણું છું કે તમે અને તમારું હ્રદય હવે પહેલાથી પણ વધારે મજબૂત હશે.

2021માં પણ કર્યો હતો સર્જરીનો ઉલ્લેખ
સુષ્મિતાની ઊંમર 47 વર્ષની છે. વર્ષ 2021માં પણ સુષ્મિતા સેને એક સર્જરીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના જન્મદિવસે એક વીડિયો શૅર કર્યો હતો. આમાં માહિતી આપી હતી કે બધું બરાબર છે અને હીલિંગ પ્રૉસેસ ચાલી રહી છે. વર્ષ 2014માં તેને એડિસન્સ ડિસીઝની ખબર પડી હતી. આ બીમારી સામે પણ સુષ્મિતાની જંગ ખૂબ જ સ્ટ્રેસફુલ રહી હતી.


આ પણ વાંચો : International Women`s Day 2023: બ્યૂટિશનથી લેખિકા સુધીની `પ્રેરણા`દાયક સફર

જ્યારે એડિસન્સ ડિસીઝની પડી હતી ખબર
સુષ્મિતા જણાવી ચૂકી છે કે તેને જ્યારે એડિસન્સ ડિસીઝની ખબર પડી તો તે ખૂબ જ ટ્રૉમાભર્યો ફેસ હતો. આ એક ઑટોઈમ્યૂન સમસ્યા છે. આમાં એડ્રિનલ ગ્લેન્ડ પર્યાપ્ત માત્રામાં હૉરમોન પેદા કરી શકતી નથી. આ માટે સુષ્મિતાને સ્ટેરૉઈડ્સના ભરોસે રહેવું પડતું હતું જેના સાઈડ ઈફેક્ટ્સ હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2023 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK