શોમાં દેખાડવામાં આવશે કે વિદેશમાં સેટલ થવાનું સપનું પૂરું કરવા માટે લોકો કેટલી મહેનત અને સંઘર્ષ કરે છે. એવો જ પ્રયાસ સુનીલ ગ્રોવર પણ કરે છે

સુનીલ ગ્રોવર અને સતીશ શાહની કૉમેડી સિરીઝ ‘યુનાઇટેડ કચ્ચે’ આવશે ૩૧ માર્ચે
સુનીલ ગ્રોવર અને સતીશ શાહની આગામી કૉમેડી સિરીઝ ‘યુનાઇટેડ કચ્ચે’ ૩૧ માર્ચે ZEE 5 પર રિલીઝ થવાની છે. શોમાં દેખાડવામાં આવશે કે વિદેશમાં સેટલ થવાનું સપનું પૂરું કરવા માટે લોકો કેટલી મહેનત અને સંઘર્ષ કરે છે. એવો જ પ્રયાસ સુનીલ ગ્રોવર પણ કરે છે. તે આ સિરીઝમાં તેજિન્દર ગિલના રોલમાં દેખાશે. પંજાબથી તે યુનાઇટેડ કિંગડમ ટૂરિસ્ટ વિઝા લઈને પહોંચી જાય છે. તેના પિતા અને દાદાની પણ ઇચ્છા વિદેશમાં સેટલ થવાની હોય છે. તેના વિઝા પણ પૂરા થવા આવે છે. એમાંથી કૉમેડી નિર્માણ થાય છે. આ સિરીઝને માનવ શાહે ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં સપના પબ્બી, નિખિલ વિજય, મનુ રિશી ચઢ્ઢા, નયની દીિક્ષત અને નીલુ કોહલી પણ જોવા મળશે. આ સિરીઝ વિશે ડિરેક્ટર માનવ શાહે કહ્યું કે ‘ભારતમાં દરેકની મહત્ત્વાકાંક્ષા હોય છે કે તેઓ વિદેશમાં જઈને સેટલ થાય અને એના માટે તેઓ કાંઈ પણ કરવા તૈયાર રહે છે. ‘યુનાઇટેડ કચ્ચે’ હળવી કૉમેડીથી ભરેલો શો છે, જેમાં દેખાડવામાં આવશે કે લોકો વિદેશમાં વસવા માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સાથે જ વિવિધ દેશ અને વિવિધ સમાજના લોકો એકબીજાને સપોર્ટ પણ કરે છે.’