Student Of The Year 3: તાહેતરમાં યોજાયેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં કરણ જોહરે `સ્ટુડન્ટ ઑફ ધ યર 3` વિશે મહત્વના અપડેટ્સ આપ્યા
કરણ જોહરની ફાઇલ તસવીર
કરણ જોહર (Karan Johar) બોલિવૂડ (Bollywood)ના સૌથી લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓમાંના એક છે અને તેણે પોતાની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે હાલમાં `એ વતન મેરે વતન` (Ae Watan Mere Watan) અને `શોટાઈમ` (Showtime) સહિતના તેના પ્રોજેક્ટ્સની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ નિર્માતાએ ચંદીગઢ (Chandigarh)માં સિનેવિસ્ટાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (CIFF)માં ભાગ લીધો હતો. આ દરમિયાન કરણ જોહરે `સ્ટુડન્ટ ઑફ ધ યર 3` (Student Of The Year 3) વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે `સ્ટુડન્ટ ઓફ ધ યર 3` એક વેબ સિરીઝ હશે અને તેનું નિર્દેશન રીમા માયા (Reema Maya) કરશે.
દર્શકો લાંબા સમયથી `સ્ટુડન્ટ ઓફ ધ યર` (Student Of The Year)ના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યાં છે. આ એ જ ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt), વરુણ ધવન (Varun Dhawan) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)એ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવી હતી. તેની રિલીઝ પછી, ફિલ્મનો બીજો ભાગ `સ્ટુડન્ટ ઓફ ધ યર ૨` (Student Of The Year 2) વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયો હતો. આ ફિલ્મ દ્વારા અનન્યા પાંડે (Ananya Panday), ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને તારા સુતારિયા (Tara Sutaria)એ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે કરણ જોહરે ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરીને દર્શકોને ખુશ કરી દીધાં છે.
ADVERTISEMENT
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે સિનેવિસ્ટાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (CIFF) માં બોલતા `સ્ટુડન્ટ ઓફ ધ યર 3` વિશે અપડેટ આપ્યું છે. તેણે કહ્યું કે, SOTY 3ને ફિલ્મ તરીકે નહીં પણ વેબ સિરીઝ તરીકે રજૂ કરવાની યોજના છે. આ ફિલ્મને ફરી એકવાર નવો ડિરેક્ટર મળશે. આ વેબ સિરીઝ રીમા માયા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે, પરંતુ તે તેના રીતે દિગ્દર્શન કરશે એમાં મારું કંઈ નહીં હોય. કારણ કે જો હું રીમા માયાની દુનિયામાં પ્રવેશ કરીશ તો હું તેને વધુ મૂંઝવણમાં મૂકીશ, જે તેના નામ એટલે કે માયાનો અર્થ છે. હું ઇચ્છતો હતો કે તે તેનો અવાજ બને. તેણે પોતાની સીરિઝ બનાવી છે. તમને જણાવી દઈએ કે, રીમા માયા એક લેખક-દિગ્દર્શક અને સારગ્રાહી મુંબઈ સ્થિત પ્રોડક્શન હાઉસ કેટનીપના સહ-સ્થાપક છે. તેઓ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર છે. તેઓ શોર્ટ ફિલ્મ `કાઉન્ટરફીટ કુંકુ` (Counterfeet Kunku) અને `નોક્ટર્નલ બર્ગર` (Nocturnal Burger) માટે જાણીતી છે.
જોકે, `સ્ટુડન્ટ ઓફ ધ યર 3`ના એક્ટર્સ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. પરંતુ આ માટે શનાયા કપૂર (Shanaya Kapoor)નું નામ ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે.
`સ્ટુડન્ટ ઓફ ધ યર 3`ની વધુ માહિતી માટે ફેન્સ ઉત્સાહિત છે.