તેઓ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમૅચ જોવા પણ તેઓ ગયાં હતાં
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ
સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન ભલે કરી લીધાં, પણ સોમવારે તેમણે સગાઈની બીજી ઍનિવર્સરી અનોખી રીતે ઊજવી હતી. સોનાક્ષી અને ઝહીરે ૨૦૨૪ની ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં, પણ એ પહેલાં તેમણે ૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સોમવારે એન્ગેજમેન્ટની સેકન્ડ ઍનિવર્સરી હતી એ નિમિત્તે બન્નેએ ઑસ્ટ્રેલિયામાં પ્લેનમાંથી કૂદવાનું સાહસ કર્યું હતું. સોનાક્ષી અને ઝહીર છેલ્લા થોડા દિવસથી ઑસ્ટ્રેલિયામાં હતાં. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમૅચ જોવા પણ તેઓ ગયાં હતાં અને એ પહેલાં તેમણે સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું હતું.


