‘બાહુબલી’માં પ્રભાસનો અવાજ શરદ કેળકરે આપ્યો હતો. તેનો શો ‘સ્લમ ગૉલ્ફ’ હાલમાં ઍમેઝૉન મિની ટીવી પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.
શરદ કેલકર
શરદ કેળકરનું કહેવું છે કે આપણા સિનેમામાં વૉઇસ મૉડ્યુલેશનને એટલું એક્સપ્લોર કરવામાં નથી આવ્યું. ‘બાહુબલી’માં પ્રભાસનો અવાજ શરદ કેળકરે આપ્યો હતો. તેનો શો ‘સ્લમ ગૉલ્ફ’ હાલમાં ઍમેઝૉન મિની ટીવી પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ વિશે વાત કરતાં શરદ કેળકરે કહ્યું કે ‘આપણા સિનેમામાં વૉઇસ મૉડ્યુલેશનને વધુ એક્સપ્લોર કરવામાં નથી આવ્યું. વૉઇસ ઍક્ટરને તેમના કામની એટલી ક્રેડિટ નથી મળી. પૈસાની તો વાત જ દૂર રહી. આ દુઃખની વાત છે, પરંતુ મને વિશ્વાસ છે કે સમયની સાથે એમાં પણ ચેન્જ આવશે અને એનાથી આપણું સિનેમા વધુ સારું બનશે. આ સાથે જ દર્શકોને પણ વૉઇસ મૉડ્યુલેશનમાં ઇન્ટરેસ્ટ પડશે.’


