‘સિંઘમ અગેઇન’ના અર્જુન કપૂરનો આક્રમક લુક શૅર કરવામાં આવ્યો છે. તેના ચહેરા પર બ્લડ દેખાય છે. ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળશે.
અર્જુન કપૂર
‘સિંઘમ અગેઇન’ના અર્જુન કપૂરનો આક્રમક લુક શૅર કરવામાં આવ્યો છે. તેના ચહેરા પર બ્લડ દેખાય છે. ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ બનાવી છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અક્ષયકુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. અર્જુને બે ફોટો શૅર કર્યા છે. એકમાં તે દેખાય છે અને બીજા ફોટોમાં તેની સામે રણવીર સિંહ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી, ‘‘સિંઘમ’ કા વિલન. હિટ મશીન રોહિત શેટ્ટી સરના આ કૉપ યુનિવર્સમાં જોડાઈને હું પોતાને સૌથી ઊંચા સ્થાને અનુભવી રહ્યો છું. પ્રૉમિસ આપું છું કે ખળભળાટ મચી જશે.’ અર્જુનના લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી હતી, ‘ઇન્સાન ગલતી કરતા હૈ ઔર ઉસકી સઝા ભી મિલતી હૈ. લેકિન અબ જો આએગા વો શૈતાન હૈ. ઇન્ટ્રોડ્યુસિંગ અર્જુન કપૂર.’


