અસીસે પિન્ક આઉટફિટ પહેર્યું હતું અને સિલ્વર અને બ્લ્યુના કૉમ્બિનેશનનો માંગટીકો તથા નેકલેસ પહેર્યા હતા
ગુરુદ્વારામાં સિંગર અસીસે કર્યાં મ્યુઝિશ્યન ગોલ્ડી સોહેલ સાથે લગ્ન
સિંગર અસીસ કૌરે મ્યુઝિશ્યન ગોલ્ડી સોહેલ સાથે ગુરુદ્વારામાં લગ્ન કરી લીધાં છે. અસીસે ‘કેસરી’નું ‘ઓ માહી વે’, ‘શેરશાહ’નું ‘રાતા લંબિયા’, ‘સિમ્બા’નું ‘તેરે બિન’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નું ‘બોલના’ ગીત ગાયું હતું. લગ્નનો ફોટો અસીસે શૅર કર્યો છે. અસીસે પિન્ક આઉટફિટ પહેર્યું હતું અને સિલ્વર અને બ્લ્યુના કૉમ્બિનેશનનો માંગટીકો તથા નેકલેસ પહેર્યા હતા. ગોલ્ડીએ વાઇટ શેરવાની અને પિન્ક પાઘડી પહેરી હતી. લગ્નનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અસીસે કૅપ્શન આપી હતી, ‘વાહેગુરુ, તેરા શુકર હૈ.’ તેમનાં લગ્નના ફોટો જોઈને ફૅન્સ પણ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. તો વિવિધ સેલિબ્રિટીઝે પણ તેમને શુભકામના આપી છે. તેમના ફોટો પર સોનાક્ષી સિંહાએ કમેન્ટ કરી છે, ‘ઓહ માય ગૉડ, કૉન્ગ્રેચ્યુલેશન્સ અસીસ અને ગોલ્ડી. આ જોડી બ્લૉકબસ્ટર છે.’ હિના ખાને લખ્યું છે, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ અસીસ. તમને બન્નેને સાથે જોઈને બહુ ખુશી થઈ.’


