ગર્ગને તાત્કાલિક યૉટ પર પાછા લાવવામાં આવ્યા હતો અને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવ્યું હતું, પરંતુ તે દિવસે પછીથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ગાયકને હાઈપરટેન્શન અને વાઈનો ઇતિહાસ હતો.
ઝુબીન ગર્ગ
સિંગાપોરની એક કોરોનર કોર્ટને બુધવારે જણાવવામાં આવ્યું હતું કે પ્રખ્યાત ભારતીય ગાયક-ગીતકાર ઝુબીન ગર્ગ ખૂબ જ નશામાં હતા અને ગયા સપ્ટેમ્બરમાં લાઝારસ ટાપુ નજીક લાઇફ જેકૅટ પહેરવાનો ઇનકાર કર્યા પછી ડૂબી ગયા હતા. 52 વર્ષીય ગર્ગ 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ એક યૉટ પાર્ટીમાં હતા, જ્યારે સિંગાપોરમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફૅસ્ટિવલમાં પરફોર્મ કરવાના એક દિવસ પહેલા તેઓ ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું હતું. અહેવાલ મુજબ મુખ્ય તપાસ અધિકારીએ તપાસની શરૂઆતમાં કોર્ટને જણાવ્યું હતું કે ગાયકે શરૂઆતમાં લાઇફ જેકૅટ પહેર્યું હતું પરંતુ તે ઉતારી નાખ્યું હતું અને બાદમાં તેમને આપવામાં આવેલ બીજું જેકૅટ પહેરવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે ગર્ગ તે સમયે ખૂબ જ નશામાં હતો, અને ઘણા સાક્ષીઓએ તેમને યૉટ તરફ તરવાનો પ્રયાસ કરતા જોયા હતા જ્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા અને તેમનો ચહેરો પાણીમાં ડૂબી ગયો હતો.
ગર્ગને તાત્કાલિક યૉટ પર પાછા લાવવામાં આવ્યા હતો અને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવ્યું હતું, પરંતુ તે દિવસે પછીથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ગાયકને હાઈપરટેન્શન અને વાઈનો ઇતિહાસ હતો, અને તેમને છેલ્લો ઍટેક 2024 માં આવ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે તેમણે ઘટનાના દિવસે તેમની નિયમિત વાઈની દવા લીધી હતી કે નહીં, કારણ કે પ્રત્યક્ષદર્શીઓની જુબાની સાબિત કરવા માટે પૂરતી નહોતી કે તેમણે તે દવા લીધી હતી. અહેવાલ મુજબ, સિંગાપોર પોલીસને તેમના મૃત્યુમાં કોઈ ગેરરીતિની શંકા નથી.
ADVERTISEMENT
તપાસ માટે કુલ 35 સાક્ષીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં યૉટ પરના સાક્ષીઓ, બોટ કૅપ્ટન, પોલીસ અધિકારીઓ અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે. કેસના મુખ્ય તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે ગર્ગ અને યૉટ પરના આશરે 20 લોકો, જેમાં તેના મિત્રો અને સાથીદારોનો સમાવેશ થાય છે, તેમણે બોટ પર નાસ્તો, પીણાં અને દારૂ પીધો હતો. ઘણા સાક્ષીઓએ કહ્યું હતું કે તેઓએ ગર્ગને દારૂ પીતા જોયો હતો, જેમાં એક સાક્ષીએ કહ્યું હતું કે તેણે થોડા કપ વાઇન, જિન અને વ્હિસ્કી, તેમજ ગિનિસ સ્ટાઉટના થોડા ચુસ્કીઓ પીધી હતી.
ઝુબીન ગર્ગના કેસમાં અજીબ વિરોધાભાસ: ચાર્જશીટમાં પોલીસનો દાવો સદોષ માનવહત્યાનો?
આગાઉ આસામ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ સિંગાપોરમાં લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ વિશે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સનસનાટીભર્યા ખુલાસા કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં જણાવાયા અનુસાર ઝુબીનને નશામાં ધૂત થઈને દરિયામાં તરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો અને તેને બચાવવા માટે કોઈ પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા નહોતા. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમા વારંવાર કહી ચૂક્યા છે કે ઝુબીન ગર્ગનું મૃત્યુ એ અકસ્માત નહીં, હત્યા છે.


