હું પહેલાં મર્સિડીઝમાં ફરતી હતી પણ પછી મુંબઈમાં હું લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા લાગી હતી
શ્રુતિ હાસન
ઍક્ટ્રેસ શ્રુતિ હાસને જણાવ્યું હતું કે ‘તેના પિતા કમલ હાસન અને મમ્મી સારિકાના છૂટાછેડા બાદ મારી જિંદગી બદલાઈ હતી અને હું નમ્ર બની ગઈ હતી. અમે ચેન્નઈથી મુંબઈ આવ્યા ત્યારે મારા માટે જીવન આસાન નહોતું, આરામદાયક નહોતું; પણ મને ખુશી છે કે અમે જીવનનો પાઠ શીખ્યા. હું પહેલાં મર્સિડીઝમાં ફરતી હતી પણ પછી મુંબઈમાં હું લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા લાગી હતી. સમય બદલાઈ ગયો હતો, પણ આ બન્ને મુસાફરીમાં સમજાયું કે આપણે એમાંથી પણ શીખી શકીએ છીએ.’

