આ ફિલ્મ દ્વારા ઝીનત અમાન કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને અભય દેઓલ પણ જોવા મળશે.

ઝીનત અમાન
ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ સ્ટેજ 5 પ્રોડક્શનની ફિલ્મ ‘બન ટિક્કી’નું શૂટિંગ ગઈ કાલથી શિમલામાં શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા ઝીનત અમાન કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને અભય દેઓલ પણ જોવા મળશે. ફિલ્મને ‘શીર ખુરમા’ના ડિરેક્ટર ફરાઝ આરિફ અન્સારી ડિરેક્ટ કરશે. મનીષે સપ્ટેમ્બરમાં પોતાના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી હતી. એનો પહેલો પ્રોજેક્ટ ‘ટ્રેન ફ્રૉમ છપરૌલા’ છે. ‘બન ટિક્કી’નું શૂટિંગ શરૂ કરવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં મનીષ મલ્હોત્રાએ પોસ્ટ કર્યું કે ‘મારું પહેલેથી સપનું હતું કે હું એવી ફિલ્મ બનાવું જેની સ્ટોરી દિલને સ્પર્શી જનાર અને ઇમોશનલ હોય. અમે સ્ટેજ 5 પ્રોડક્શને અમારી બીજી ફિલ્મ ‘બન ટિક્કી’ની શરૂઆત ખૂબ લગન અને પ્રેમથી ભગવાનની પૂજા અને આશીર્વાદથી કરી છે.’

