તેમની કઈ સર્જરી કરવામાં આવી છે એ વિશે જાણવા નથી મળ્યું. શિલ્પાએ હૉસ્પિટલમાંથી તેની મમ્મીનો ફોટો શૅર કર્યો છે

શિલ્પા શેટ્ટી કુંદ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેની મમ્મી સુનંદા શેટ્ટીની સફળ સર્જરી બાદ ડૉક્ટર અને સ્ટાફનો આભાર માન્યો છે. સાથે જ તેની મમ્મીની લડવાની તાકાતની પણ પ્રશંસા કરી છે. તેમની કઈ સર્જરી કરવામાં આવી છે એ વિશે જાણવા નથી મળ્યું. શિલ્પાએ હૉસ્પિટલમાંથી તેની મમ્મીનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે બેડ પર સૂતાં છે અને ચહેરા પર હાસ્ય છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘પેરન્ટને સર્જરી કરાવતા જોવાનો અનુભવ કોઈ પણ બાળક માટે સહેલો નથી હોતો. જો મને મારી મમ્મી પાસેથી કોઈ વસ્તુ ગ્રહણ કરવી હોય તો હું તેની અંદર રહેલા સાહસ અને લડવાની તાકાતનું અનુકરણ કરીશ. છેલ્લા થોડા દિવસો ખૂબ ઉતાર-ચડાવથી ભરેલા હતા. જોકે મારા હીરો અને મારા હીરોના હીરોએ બધું પાર પાડ્યું છે. ડૉક્ટર રાજીવ ભાગવત, જેમણે સર્જરી અગાઉ, સર્જરી દરમ્યાન અને બાદમાં જે પ્રકારે મારી મમ્મીની કાળજી લીધી છે એ બદલ ખૂબ આભાર. નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફે સતત સપોર્ટ કર્યો અને દરકાર લીધી એ માટે હું સૌનો દિલથી આભાર માનું છું. મારી મમ્મી પૂરી રીતે સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી તેના માટે પ્રાર્થના કરતા રહેજો. પ્રાર્થનાઓ ચમત્કાર સર્જે છે.’