વૈષ્ણોદેવીમાં હેલિપૅડથી મંદિર સુધી જવા માટે શિલ્પા શેટ્ટીએ ઘોડેસવારી કરી હોવાથી લોકોએ નારાજ થઈને કર્યો સવાલ
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની ફૅમિલી સાથે વૈષ્ણોદેવી મંદિર ગઈ હતી. આ દરમ્યાન હેલિકૉપ્ટરથી મંદિર સુધી જવા માટે તેણે અને તેના ફૅમિલી મેમ્બર્સે ઘોડાનો સહારો લીધો હતો. એક તરફ સેલિબ્રિટીઝ પ્રાણીઓ સાથે આવો વ્યવહાર ન કરવા માટે અવાજ ઉઠાવે છે અને બીજી તરફ પોતે જ આ રીતે ઘોડાનો સહારો લે છે એથી સોશ્યલ મીડિયા પર લોકો નારાજ થયા છે. આ વિડિયો શમિતા શેટ્ટીએ શૅર કર્યો છે જેમાં શિલ્પા ઘોડા પર જોવા મળી રહી છે. ‘ઍનિમલ અબ્યુઝ’ કહી તેની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. સાંજીછત હેલિપૅડથી વૈષ્ણોદેવી ભવન માત્ર અઢી કિલોમીટરના અંતરે છે. આટલું પણ શિલ્પા ચાલી ન શકવાથી સોશ્યલ મીડિયા પર એક યુઝરે કહ્યું કે યોગ કરવાનો શું ફાયદો જો માતા રાની માટે આટલું પણ ચાલી ન શકાય. અન્ય એક યુઝરે કહ્યું હતું કે ક્યા ફાયદા ઇતની ફિટનેસ કા જબ જાના કિસી બેઝુબાન પે બૈઠકે હી હૈ.