વૈષ્ણોદેવી મંદિરના ધામથી શિલ્પાએ તેની મમ્મી અને બહેન સાથેનો ફોટો શૅર કર્યો છે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની મમ્મી સુનંદા શેટ્ટી અને બહેન શમિતા સાથે
શિલ્પા શેટ્ટી કુન્દ્રા હાલમાં તેની મમ્મી સુનંદા શેટ્ટી અને બહેન શમિતા સાથે યાત્રા પર નીકળી છે. કેદારનાથમાં ભોલેબાબાનાં દર્શન કરીને તે વૈષ્ણોદેવી માતાનાં દર્શને પહોંચી ગઈ હતી. શિલ્પાએ પોતાની આ યાત્રાના ફોટો અને વિડિયો શૅર કર્યા છે. વૈષ્ણોદેવી મંદિરના ધામથી શિલ્પાએ તેની મમ્મી અને બહેન સાથેનો ફોટો શૅર કર્યો છે. એમાં શિલ્પા અને શમિતા તેમની મમ્મીને કિસ કરી રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી, ‘અમારી દેવી સાથે અમે વૈષ્ણોદેવી પહોંચ્યાં છીએ. મા હૅપી મધર્સ ડે આજે, આવતી કાલે અને દરરોજ. તને ખૂબ પ્રેમ કરતાં રહીશું અને હંમેશાં તને સેલિબ્રેટ કરતાં રહીશું.’