પોલીસની 25 સભ્યોની ટીમે દરોડા પાડ્યા બાદ સિદ્ધાંત કપૂર અને અન્યને કસ્ટડીમાં લીધા હતા.
સિદ્ધાંત કપૂર. ફોટો/સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
કર્ણાટક પોલીસ, બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor)ના પુત્ર સિદ્ધાંત કપૂર (Siddhanth Kapoor)ને સંડોવતા ડ્રગ્સ કેસની તપાસ કરી રહી છે અને તેને વધુ તપાસ માટે સમન્સ મોકલશે. પોલીસનું કહેવું છે કે સિદ્ધાંત, જે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ પણ છે, તેને એક અઠવાડિયામાં વધુ તપાસ માટે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવશે.
એક મીડિયા હાઉસના અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે “નોટિસ વોટ્સએપ તેમ જ રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. કર્ણાટક પોલીસે જૂનમાં બેંગલુરુમાં ડ્રગ્સના સેવનના કેસમાં સિદ્ધાંત કપૂરની ધરપકડ કરી હતી. હલાસુરુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી કરતી વખતે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરાગ મળ્યા બાદ પોલીસે દરોડા પાડીને 35 લોકોની ધરપકડ કરી હતી.”
ADVERTISEMENT
પોલીસની 25 સભ્યોની ટીમે દરોડા પાડ્યા બાદ સિદ્ધાંત કપૂર અને અન્યને કસ્ટડીમાં લીધા હતા. તબીબી તપાસમાં સિદ્ધાંત કપૂર દ્વારા ડ્રગના દુરુપયોગની પુષ્ટિ થઈ હતી અને પોલીસે તેની ધરપકડ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં તેને જામીન પર મુક્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન સિદ્ધાંત કપૂરે કહ્યું હતું કે તેને કોઈએ નશાવાળી સિગારેટ આપી હતી. પોલીસે માઈન્ડ ફાયર સોલ્યુશન્સના બિઝનેસ મેનેજર અખિલ સોની, ઉદ્યોગપતિ હરજોત સિંહ, ડિજિટલ માર્કેટિંગ ઉદ્યોગસાહસિક હાની અને ફોટોગ્રાફર અખિલની સિદ્ધાંત કપૂર સાથે ધરપકડ કરી હતી. સિદ્ધાંત કપૂર લક્ઝરી હોટલમાં આયોજિત રેવ પાર્ટીમાં દરોડા પાડીને 7 ગ્રામ MDMA ક્રિસ્ટલ અને 10 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.


