ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવશે અને આવતા વર્ષે રિલીઝ થશે. ફિ

શાહિદ કપૂર
શાહિદ કપૂર હવે મલયાલમ ડિરેક્ટર રોશન ઍન્ડ્રુઝ સાથે ઍક્શન-થ્રિલર ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મને સિદ્ધાર્થ રૉય કપૂર પ્રોડ્યુસ કરશે. આ અનટાઇટલ્ડ ફિલ્મની સ્ટોરી એક એવા પોલીસની છે જે હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરે છે. તે કેટલાંય રહસ્યો પરથી પડદો ઊંચકે છે. એમાં ઍક્શન, થ્રિલ, ડ્રામા અને સસ્પેન્સ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવશે અને આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મને લઈને શાહિદે કહ્યું કે ‘આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે કોઈ ફિલ્મમાં ઍક્શન, થ્રિલ, ડ્રામા અને સસ્પેન્સ એ બધું એક જ સ્ક્રિપ્ટમાં જોવા મળે. આ ફિલ્મને લઈને હું આતુર છું. ઝી સ્ટુડિયોઝ અને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે કામ કરવાનું મારું સૌભાગ્ય છે કે તેમની સાથે મેં અગાઉ ‘હૈદર’ અને ‘કમીને’માં કામ કર્યું હતું. અમે ઘણાં વર્ષોથી પાડોશી છીએ. રોશન ઍન્ડ્રુઝ વરિષ્ઠ ફિલ્મમેકર છે જેમની મલયાલમ ફિલ્મો પ્રભાવશાળી છે. અમે ઘણા મહિનાઓ સાથે પસાર કર્યા છે અને હવે આ ફૅન્ટૅસ્ટિક સિનેમૅટિક માઇન્ડ સાથે કામ કરવાની ખુશી છે. આ જોશથી ભરેલી, મનોરંજક અને થ્રિલિંગ સ્ટોરી લોકોને દેખાડવા માટે ઉત્સુક બન્યો છું.’