પત્ની મીરા રાજપૂતની ૩૧મી વર્ષગાંઠે શાહિદ કપૂરે કરી રોમૅન્ટિક પોસ્ટ
શાહિદે એક રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી છે અને કહ્યું છે, ‘હૅપી બર્થ-ડે લવ, તું મને પૂર્ણ કરે છે...’
શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું લગ્નજીવન સુખરૂપ ચાલી રહ્યું છે. રવિવારે મીરાની ૩૧મી વર્ષગાંઠ હતી અને એ દિવસે શાહિદે તેને માટે એક રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી છે અને કહ્યું છે, ‘હૅપી બર્થ-ડે લવ, તું મને પૂર્ણ કરે છે...’
પત્નીની વર્ષગાંઠે શાહિદે સોશ્યલ મીડિયા પર તેની સાથે વિતાવેલી સુંદર ક્ષણોની કેટલીક તસવીરો શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘જન્મદિવસની શુભેચ્છાઓ મારા પ્રેમ. તું મને પૂર્ણ કરે છે. ભગવાને તને ખુશીઓની એક નાનકડી પોટલીમાં લપેટીને મારા માટે બચાવી રાખી અને હું નસીબદાર છું કે તું મારી સાથે આખી જિંદગી રહી શકીશ. ખુશ રહે, સ્વસ્થ રહે, દરેક પ્રસંગે પોતાને અભિવ્યક્ત કર... જે રીતે તને ગમે એ રીતે... તારી ચમક એ દરેક વસ્તુમાં ભરાઈ જાય જેને તું સ્પર્શે...’


