એનું કારણ એ હતું કે તેણે ફિલ્મ માટે બે પૅકેટ સિગારેટ પીવી પડતી હતી
શાહિદ કપૂર
શાહિદ કપૂરને તેની ફિલ્મ ‘કબીર સિંહ’ના શૂટિંગ બાદ દરરોજ બે કલાક નહાવામાં જતા હતા. એનું કારણ એ હતું કે તેણે ફિલ્મ માટે બે પૅકેટ સિગારેટ પીવી પડતી હતી. ૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં હતી. ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી હતી. ૨૦૧૫માં શાહિદની વાઇફ મીરા રાજપૂતે દીકરીને જન્મ આપ્યો હતો. તેની સાથે સમય પસાર કરવા માટે સેટ પરથી ઘરે જતા પહેલાં તે નહાતો હતો. એ વિશે શાહિદે કહ્યું કે ‘હું ફિલ્મના સેટ પરથી બહાર નીકળતાં પહેલાં મારી વૅનમાં નહાતો હતો, કારણ કે મારે એક દિવસમાં સિગારેટનાં પૅકેટ પીવાનાં રહેતાં હતાં. મારી બૉડીમાંથી નિકોટીનની સ્મેલ આવતી હતી. હું પહેલા બાળકનો પિતા બન્યો હતો અને એથી મારી અંદર પિતાની લાગણી હતી. હું ચાહતો હતો કે મારાં બાળકોને નિકોટીનની દુર્ગંધ ન આવે.’


