શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન અન્ય એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે. તેનું માનવું છે કે આ રીતે તે લોકોના ચહેરા પર ખુશી લાવવા માગે છે.
જવાન
શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન અન્ય એનજીઓ માટે ‘જવાન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે. તેનું માનવું છે કે આ રીતે તે લોકોના ચહેરા પર ખુશી લાવવા માગે છે. તાજેતરમાં એક ફૅને શાહરુખને મીર ફાઉન્ડેશનનાં કાર્યો વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘અમે લોકોના જીવનમાં ખુશી લાવવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક એન્ટરટેઇનર તરીકે લોકોના ચહેરા પર ખુશી લાવવાનો મને સંતોષ હશે. જોકે એ વિશે હું વધુ કહેવા નથી માગતો. મેં મારી ટીમને જણાવ્યું છે કે આ અઠવાડિયે ‘જવાન’ના શો તમામ સામાજિક સંસ્થાઓને દેખાડવામાં આવે. એને લઈને અમને ખુશી પણ છે.’
492.04
સત્તર દિવસમાં ‘જવાન’ના હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.


