Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : જૉન સેનાની ટૅલન્ટ પર ઓવારી ગયો શાહરુખ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ : જૉન સેનાની ટૅલન્ટ પર ઓવારી ગયો શાહરુખ અને વધુ સમાચાર

26 February, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘આર્ટિકલ 370’એ બે દિવસમાં કર્યો ૧૫.૨૦ કરોડનો બિઝનેસ, પાપારાઝી સાથે કેક-કટિંગ કર્યું સાન્યા મલ્હોત્રાએ , ‘ક્રૂ’નું શૂટિંગ પૂરું કર્યું તબુએ

શાહ રૂખ ખાન , જૉન સેના

શાહ રૂખ ખાન , જૉન સેના


અમેરિકન રેસલર, ઍક્ટર અને રૅપર જૉન સેનાની ટૅલન્ટ પર શાહરુખ ખાન ઓવારી ગયો છે. તેણે ગયા અઠવાડિયે ‘દિલ તો પાગલ હૈ’નું ‘ભોલી સી સુરત’ ગીત ગાયું હતું. તેની સાથે રેસલર ગર્વ સિહરા પણ હતો. તેણે જૉન સેનાનો ગીત ગાતો વિડિયો શૅર કર્યો હતો. હવે એના પર શાહરુખનો જવાબ આવ્યો છે. બન્નેની ટૅલન્ટની શાહરુખે પ્રશંસા કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શાહરુખે લખ્યું કે ‘બન્નેનો આભાર. મને એ ખૂબ ગમ્યું. લવ યુ જૉન સેના. હું હવે તમને મારું લેટેસ્ટ ગીત મોકલીશ અને મારી ઇચ્છા છે કે તમે બન્ને ફરીથી ડ્યુએટ ગાઓ.’


‘આર્ટિકલ 370’એ બે દિવસમાં કર્યો ૧૫.૨૦ કરોડનો બિઝનેસ
યામી ગૌતમ ધરની ‘આર્ટિકલ 370’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને તેના હસબન્ડ આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે. જિયો સ્ટુડિયોઝે એને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને રદ કરવા પર આધારિત છે. ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આ આર્ટિકલને રદ કર્યો હતો. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં યામીનો અંદાજ શાનદાર છે. હાલમાં આ ફિલ્મ દેશનાં ૧૫૦૯ થિયેટરમાં ચાલી રહી છે. હજી એને વધુ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મેપહેલા દિવસે શુક્રવારે ૬.૧૨ કરોડ અને શનિવારે ૯.૦૮ કરોડના બિઝનેસની સાથે કુલ મળીને ૧૫.૨૦ કરોડનો વકરો કર્યો છે.



પાપારાઝી સાથે કેક-કટિંગ કર્યું સાન્યા મલ્હોત્રાએ



સાન્યા મલ્હોત્રાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને પાપારાઝી તેના માટે કેક લઈને પહોંચી ગયા હતા. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સાન્યાએ બ્રાઉન ટૉપની સાથે મૅચિંગ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી હતી. તેણે ખુશી-ખુશી પૅપ્સે લાવેલી કેક કટ કરી હતી. કેક-કટિંગ બાદ સૌનો આભાર વ્યક્ત કરતાં સાન્યાએ કહ્યું કે ‘આ કેક માટે થૅન્ક યુ. કેક ડિસમેન્ટલ થઈ રહી છે.’

‘ક્રૂ’નું શૂટિંગ પૂરું કર્યું તબુએ
તબુએ તેની આગામી ફિલ્મ ‘ક્રૂ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન અને ક્રિતી સૅનન પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં આ ત્રણેય ઍર-હૉસ્ટેસના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૨૯ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી છે. બાલાજી ટેલિફિલ્મ્સ અને અનિલ કપૂર ​ફિલ્મ ઍન્ડ કમ્યુનિકેશન નેટવર્કે એને પ્રોડ્યુસ કરી છે. તબુના પાર્ટનું શૂટિંગ પૂરું થતાં સેટ પર બે કેક મગાવવામાં આવી હતી. એ કેક પર થૅન્ક યુ તબુ મૅમ લખેલું છે. ઇન્સ્ટાસ્ટોરી પર તબુએ લખ્યું કે રૅપ ટાઇમ. કેક ટાઇમ.


લાઇફ ઇન માય વૅનિટી વૅન : શ્રદ્ધા


‘કુંડલી ભાગ્ય’માં જોવા મળતી શ્રદ્ધા આર્યએ તેની વૅનિટી વૅનની ઝલક દેખાડી છે. તેની વૅનિટી વાઇટ થીમ પર બનેલી છે અને એમાં બ્રાઉન અને ગોલ્ડ કલરનું ફર્નિચર દેખાય છે. સાથે જ તેની મેકઅપ કિટ પણ દેખાય છે. એમાં તેના શોનાં કૅરૅક્ટરને દેખાડતી ફોટો ફ્રેમ પણ લગાવેલી છે. શ્રદ્ધાએ બ્લૅક આઉટફિટ પહેર્યો છે. આ નાનકડી વિડિયો ક્લિપ શ્રદ્ધાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કૅપ્શન આપી હતી, લાઇફ ઇન માય વૅનિટી વૅન.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK