આગામી ફિલ્મ ‘કિંગ’ વિશે શાહરુખ ખાન કહે છે...
શાહરુખ ખાન
સ્વિટ્ઝરલૅન્ડમાં આયોજિત ૭૭મા લોકાર્નો ફિલ્મ-ફેસ્ટિવલમાં શાહરુખ ખાનને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારો તે પહેલો ભારતીય બન્યો છે. એ દરમ્યાન શાહરુખે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે અનેક વાતો કહી હતી.
શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ને લઈને ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. એવામાં તેણે પણ હવે એ ફિલ્મ વિશે જણાવતાં ડિરેક્ટર સુજૉય ઘોષને કન્ફર્મ કર્યો છે. સાથે જ આવા પ્રકારની ફિલ્મ કરવા મળે એ માટે શાહરુખ પોતે પણ ૬-૭ વર્ષથી વિચારી રહ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે તેની દીકરી સુહાના ખાન અને અભિષેક બચ્ચન પણ દેખાશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ માટે શાહરુખે વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મ વિશે શાહરુખ કહે છે, ‘હું ચોક્કસ પ્રકારની ફિલ્મ કરવા માગતો હતો જે મારી ઉંમર પ્રમાણે હોય અને મારે કાંઈક નવું કરવું હતું. છેલ્લાં ૬-૭ વર્ષથી હું એ વિશે વિચારતો હતો. એક દિવસ મેં સુજૉયને પણ જણાવ્યું હતું અને તેણે કહ્યું કે સર મારી પાસે આવો જ એક વિષય છે.’