સાઉથ આફ્રિકામાં કિંગના શૂટિંગમાં દીપિકા પાદુકોણને કંપની આપી રહ્યાં છે રણવીર સિંહ અને દુઆ? હાલમાં સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ‘કિંગ’ના ક્લાઇમૅક્સ અને એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
કિંગના શૂટિંગમાં દીપિકા પાદુકોણને કંપની આપી રહ્યાં છે રણવીર સિંહ અને દુઆ?
હાલમાં સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ‘કિંગ’ના ક્લાઇમૅક્સ અને એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ સમયે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના કેટલાક ફોટો અને વિડિયો લીક થયા હતા. આ પછી ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ચાહકોને વિનંતી કરી હતી કે તેઓ આ ફોટો કે વિડિયો શૅર ન કરે, કારણ કે આવી રીતે શૂટિંગની વિગતો લીક થવાથી ફિલ્મના સરપ્રાઇઝ એલિમેન્ટ અને ટીમની મહેનતને નુકસાન પહોંચે છે. જોકે આમ છતાં હાલમાં બીચ પરના રોમૅન્ટિક સૉન્ગના શૂટિંગનો એક વિડિયો વાઇરલ થયો છે. જોકે આ વિડિયોની ખાસ વાત એ છે કે એમાં દીપિકાનો પતિ રણવીર સિંહ અને દીકરી દુઆ જોવા મળ્યાં છે.

ADVERTISEMENT
આ વાઇરલ વિડિયોમાં દીપિકા અને શાહરુખ દરિયાકિનારે એક ગીતનું શૂટિંગ કરતાં જોવા મળે છે, પરંતુ ચાહકોનું ધ્યાન એક એવી વ્યક્તિ પર ગયું જે ગ્રે છત્રી લઈને નજીક ઊભી હતી અને તેના હાથમાં એક બાળક હતું. આ વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સે દાવો કરવાનું શરૂ કર્યું કે તે વ્યક્તિ રણવીર સિંહ છે અને બાળક તેમની દીકરી દુઆ છે, કારણ કે વ્યક્તિનો દેખાવ અને બૉડી-લૅન્ગ્વેજ રણવીર જેવી લાગે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી.
