કંગના રનોટની ફિલ્મ ‘તેજસ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને કેટલાક ઍરફોર્સ ઑફિસર્સ માટે આયોજિત કરવામાં આવ્યું છે
કંગના રનૌટ
કંગના રનોટની ફિલ્મ ‘તેજસ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને કેટલાક ઍરફોર્સ ઑફિસર્સ માટે આયોજિત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઍરફોર્સ પાઇલટની અથાક મહેનત અને દેશ માટે તેઓ કેવું યોગદાન આપે છે એના પર પ્રકાશ પાડશે. આ ફિલ્મમાં કંગના ઍરફોર્સ પાઇલટ તેજસ ગિલના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૨૭ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મને સર્વેશ મેવારાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના સ્ક્રીનિંગ વિશે કંગનાએ કહ્યું કે ‘આજે અમે સ્પેશ્યલ ઇવેન્ટ રાખી છે. અમે અમારી ફિલ્મ ‘તેજસ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ડિફેન્સ મિનિસ્ટર માટે રાખ્યું છે. એ દરમ્યાન અનેક ઇન્ડિયન ઍરફોર્સ ઑફિસર્સ પણ હાજર રહેશે. અમારા માટે પ્રાર્થના કરો. આશા છે કે બધું સારી રીતે પાર પડે.’
ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આજે સાંજે માનનીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહજી અને ઇન્ડિયન ઍરફોર્સની અનેક સન્માનનીય વ્યક્તિઓ સાથે ‘તેજસ’ની ટીમે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ડિફેન્સ ફોર્સ અને આપણા સૈનિકોને સમર્પિત આ ફિલ્મ જોવાનો અનુભવ અદ્ભુત રહ્યો. એવું લાગે છે કે ફિલ્મ બનાવવાનો અમારો ઉદ્દેશ સાર્થક થયો છે. ફિલ્મની રિલીઝને લઈને અમે ખૂબ ઉત્સુક છીએ.’


