સારા અલી ખાને તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરેલા ફોટોમાં તે સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણે દાઢી અને મૂછ પણ રાખી છે
તસવીર સૌજન્ય: સારા અલી ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
સારા અલી ખાન (Sara Ali Khan) તેના હુનરથી થોડા જ વર્ષોમાં બોલિવૂડ (Bollywood)ની ટોચની અભિનેત્રી બની ગઈ છે. સારા અલી ખાન ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ જોવા મળે છે. સારા અવારનવાર પોતાના ફેન્સ માટે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. જો કે હવે સારાએ તેની લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેને કારણે તેના ફેન્સ મૂંઝવણમાં છે. સારાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દાઢી અને મૂછ સાથે જોવા મળી રહી છે. આ તસવીર અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેના પર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.\
ADVERTISEMENT
સારા અલી ખાને તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરેલા ફોટોમાં તે સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણે દાઢી અને મૂછ પણ રાખી છે. જો તમે પણ વિચારી રહ્યા હો કે આવું કેવી રીતે થઈ શકે! તો ફોડ પાડવો ઘટે કે સારાએ આ ફોટો મસ્તીમાંશેર કર્યો છે. આ તસવીરમાં તેણે દાઢીનું ફિલ્ટર વાપર્યું છે. તમે તસવીરની પાછળના કાચમાં સારાનો ફોટો લેતા ફોટોગ્રાફરને પણ જોઈ શકો છો. સારાએ પોતાનો આ ફની ફોટો શેર કરતા ફિલ્મ નિર્દેશક હોમી અદાજાનિયા (Homi Adajania)ને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, "ફોટોગ્રાફરને શોધો! હંમેશા મારી સ્ત્રીની બાજુ, મારી સુંદર બાજુને બહાર લાવવા બદલ આભાર. ફરીથી જન્મદિવસની શુભેચ્છા હોમી અદાજાનિયા.” સારાના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, “મને પહેલેથી જ શંકા હતી.” તો બીજાએ લખ્યું છે કે, “અરે! આ ક્યારે બન્યું!”
આ પણ વાંચો: કપિલની ફિલ્મ `ઝ્વીગૅટો`નું ટ્રેલર રિલીઝ, કૉમેડિયન બતાવશે ડિલિવરી બોયનો સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન જલ્દી જ હોમી અદાજાનિયાની ફિલ્મ `મર્ડર મુબારક`માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા સાથે કરિશ્મા કપૂર પણ છે.

