સારા અલી ખાન કલરફુલ બિકિની પહેરીને સાઇક્લિંગ કરતી દેખાઈ રહી છે.
બિકિની અને સાઇક્લિંગ
સારા અલી ખાન કલરફુલ બિકિની પહેરીને સાઇક્લિંગ કરતી દેખાઈ રહી છે. તેણે એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેણે ફ્લોરલ બિકિની પર વાઇટ શ્રગ પહેર્યું છે. સાથે જ સાઇક્લિંગને પણ એન્જૉય કરી રહી છે. સાથે જ તે વિશાળ દરિયાને જોઈ રહી છે. સારા હંમેશાં તેની ટ્રાવેલિંગના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘તમારી જાત પર ભરોસો રાખો. તમારા કવચમાંથી બહાર આવો. તમારા માટે પણ સમય ફાળવો. પોતાની જાત પર વધુ પ્રેશર ન લો. જીવનની સુંદરતાને જુઓ. તમારા કામમાં એટલા ડૂબી ન જાઓ કે જીવનની સુંદરતાનો તમે આનંદ ન લઈ શકો.’


