સારાએ હાલની યાત્રાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એક ફોટોમાં તેણે વાઇટ ફરવાળું જૅકેટ અને કૅપ પહેર્યાં છે અને તે પાઇનના ઝાડ પાસે ઊભી છે.
સારા અલી ખાન
સારા અલી ખાનને નૅચરલ બ્યુટી અને નેચર ખૂબ પસંદ છે. તેને હરવુંફરવું પણ ગમે છે. ટ્રાવેલના ફોટો તે હંમેશાં સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. તે અનેક વખત મહાકાલેશ્વરના મંદિરે અને ગુરદ્વારામાં પણ દર્શન કરવા જાય છે. તેણે કેદારનાથની યાત્રા પણ કરી છે. સારાએ હાલની યાત્રાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એક ફોટોમાં તેણે વાઇટ ફરવાળું જૅકેટ અને કૅપ પહેર્યાં છે અને તે પાઇનના ઝાડ પાસે ઊભી છે. બીજા એક ફોટોમાં તે શૉલ વીંટાળીને બોનફાયર પાસે બેઠી છે. ત્રીજા ફોટોમાં તે તેની ફ્રેન્ડ સાથે રસ્તા પર બેઠી છે અને તેની સામે પહાડો અને સૂર્યપ્રકાશ દેખાય છે. આવા અનેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘ઓહ પાઇન વિલ યુ બી માઇન? ઇન નેચર યુ આર ક્લોઝેસ્ટ ટુ ધ ડિવાઇન. સમટાઇમ્સ સનકિસ્ડ, સમટાઇમ્સ અન્ડર મૂન શાઇન.’

