ફ્રીડમ ફાઇટર ઉષા મહેતાના રોલમાં સારા જોવા મળવાની છે

ફાઇલ તસવીર
વરુણ ધવને હાલમાં જ કન્ફર્મ કરતાં જણાવ્યું છે કે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના આગામી પ્રોજેક્ટ ‘અય વતન મેરે વતન’માં સ્વતંત્રતા સેનાનીના રોલમાં સારા અલી ખાન દેખાવાની છે. ફ્રીડમ ફાઇટર ઉષા મહેતાના રોલમાં સારા જોવા મળવાની છે. આ વર્ષે જ સારાએ આ ફિલ્મ સાઇન કરી હતી. માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી હતી. ૧૯૪૨માં જ્યારે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલતી હતી ત્યારે ઉષા મહેતા અન્ડરગ્રાઉન્ડ રેડિયો ચલાવતાં હતાં. તેઓ રેડિયો પર લોકોને વિવિધ માહિતીઓ આપતાં હતાં. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને કનન અય્યર ડિરેક્ટ કરશે. આ ફિલ્મ વિશે માહિતી આપતા વિડિયોમાં વરુણ ધવને કહ્યું કે ‘હું તમારા માટે સૌથી મોટા ન્યુઝ લઈને આવ્યો છું. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની નવી ફિલ્મમાં સારા અલી ખાન દેખાવાની છે. ઍક્ચ્યુઅલી આની જાહેરાત આપણે સારાની સ્ટાઇલમાં કરવી જોઈએ. નમસ્તે દર્શકો, આ ‘અય વતન મેરે વતન’ની અનાઉન્સમેન્ટ છે. ફ્રીડમ ફાઇટર, સૂર્ય જેવી શક્તિશાળી.’
આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘બસ હવે વરુણ. આ ફિલ્મનો મારો લુક હું જલદી જ શૅર કરવાની છું. દર્શકો, જોતા રહો. ‘અય વતન મેરે વતન’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર જલદી આવશે.’