ફિલ્મને વાયકૉમ 18 અને માર્ફિક્સ પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે. સંજીદા ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘કયામત’ અને ‘એક હસીના થી’ જેવી અનેક સિરિયલમાં જોવા મળી હતી.
સંજીદા શેખ
હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘ફાઇટર’માં સંજીદા શેખ જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ જોવા મળશે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ એક ઍરિયલ ઍક્શન ફિલ્મ છે. ફિલ્મને વાયકૉમ 18 અને માર્ફિક્સ પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે. સંજીદા ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘કયામત’ અને ‘એક હસીના થી’ જેવી અનેક સિરિયલમાં જોવા મળી હતી. આ સિવાય તે ‘બાગબાં’, ‘નવાબઝાદે’, ‘કાલી કુહી’ અને ‘તૈશ’માં જોવા મળી હતી. સંજીદા હવે સંજય લીલા ભણસાલીની આગામી વેબ-સિરીઝ ‘હીરામંડી’માં પણ જોવા મળવાની છે. ‘ફાઇટર’માં સંજીદાની એન્ટ્રી સ્ટોરીમાં ખાસ ટ્વિસ્ટ લઈને આવશે એવી ચર્ચા છે, પરંતુ તેનું પાત્ર શું હશે એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. તે હાલમાં જ દીપિકા પાદુકોણ સાથે રિહર્સલ કરતી પણ જોવા મળી હતી.


